બંગાળના અલીપોર પ્રાણી સંગ્રહાલયમાં, 24 કલાકમાં બે વાઘણના મોત, તપાસ સમિતિની રચના
કલકતા,નવી દિલ્હી,11 સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ બંગાળના અલીપોર પ્રાણી સંગ્રહાલયમાં 24 કલાકમાં બે વાઘણના મોતથી ખળભળાટ મચી ગયો છે. પ્રાણી સંગ્રહાલય પ્રશાસને કહ્યું છે કે,” બંનેના મૃત્યુનું કારણ ઉંમર સંબંધિત રોગો હતા.” મંગળવા
નોુપોલ


કલકતા,નવી દિલ્હી,11 સપ્ટેમ્બર

(હિ.સ.) પશ્ચિમ બંગાળના અલીપોર પ્રાણી સંગ્રહાલયમાં 24 કલાકમાં બે વાઘણના મોતથી

ખળભળાટ મચી ગયો છે. પ્રાણી સંગ્રહાલય પ્રશાસને કહ્યું છે કે,” બંનેના મૃત્યુનું

કારણ ઉંમર સંબંધિત રોગો હતા.”

મંગળવારે, 17 વર્ષની વાઘણ પાયલનું મૃત્યુ થયું, જેને વર્ષ

2016માં ઓડિશાના નંદનકાનન પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવી હતી. તેના બીજા જ

દિવસે બુધવારે, 21 વર્ષની સફેદ

(આલ્બીનો) વાઘણ રૂપાનું પણ મૃત્યુ થયું. રૂપાનો જન્મ અલીપોર પ્રાણી સંગ્રહાલયમાં જ

થયો હતો.

ગુરુવારે એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું

કે,” બંને વાઘણ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતી હતી અને સતત

પશુચિકિત્સકોની દેખરેખ હેઠળ હતી. મૃત્યુ પછી, બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અને વિસેરા તપાસ કરવામાં આવી

છે.”

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મુખ્ય વન્યજીવન

સંરક્ષકે એક તપાસ સમિતિની રચના કરી છે, જે આ સતત મૃત્યુના કારણોની વિગતવાર તપાસ કરશે.

જોકે, પ્રાણી સંગ્રહાલય વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અન્ય એક

અધિકારીએ જણાવ્યું હતું કે,” બે દિવસમાં બે વાઘણના મૃત્યુ ચોક્કસપણે શંકાસ્પદ છે.

શક્ય છે કે મૃત્યુ વય સંબંધિત કારણોસર થયા હોય, પરંતુ તપાસ પછી પરિસ્થિતિ સ્પષ્ટ થશે.”

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande