નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો
છઠ્ઠો મુકાબલો રવિવારે રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ) દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ ખાતે રમાશે.
અગાઉની મેચોની જેમ, આ વખતે પણ ભારત
અને પાકિસ્તાન વચ્ચેની મેચનો ઉત્સાહ ચરમસીમાએ રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 ફોર્મેટમાં 13 મેચ રમાઈ છે, જેમાં ભારત 9-3થી આગળ છે.
ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ
(ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા અને
રિંકુ સિંહ.
પાકિસ્તાનની ટીમ સલમાન આગા (કેપ્ટન), અબરાર અહમદ, ફહીમ અશરફ, ફખર જમાન, હરિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ
(વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ, સાહિબજાદા ફરહાન, સઈમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ
આફ્રિદી અને સુફીયાન મોકીમ.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ