નાશિક, નવી દિલ્હી,14 સપ્ટેમ્બર
(હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ નાસિકમાં બે નકલી કોલ
સેન્ટરનો પર્દાફાશ કર્યો છે અને સાયબર છેતરપિંડીના કેસમાં બે લોકોની ધરપકડ કરી છે.
સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ગણેશ અને શ્યામ
કામણકર તરીકે થઈ છે. બંનેને 13 સપ્ટેમ્બરના રોજ થાણેની ખાસ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં
આવ્યા હતા, જ્યાંથી તેમને 15 સપ્ટેમ્બર સુધી
પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે,” ધરપકડ કરાયેલા આરોપીઓ મેસર્સ
સ્વગન બિઝનેસ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના નામે આ કોલ સેન્ટર ચલાવતા હતા. અહીંથી, યુકેના નાગરિકોને
વીમા એજન્ટો અને સરકારી અધિકારીઓ તરીકે બોલાવવામાં આવતા હતા અને નકલી વીમા
પોલિસીના નામે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.”
પ્રવક્તાના જણાવ્યા મુજબ,”આ કોલ સેન્ટરોમાં
લગભગ 60 લોકો કામ કરતા
હતા. તેઓ પીડિતો પાસેથી ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતો મેળવવા અને પૈસા પડાવવા માટે
વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ (વીઓઆઇપી), બનાવટી નંબરો (કોલ કરનાર વ્યક્તિની વાસ્તવિક ઓળખ છુપાવવા
માટે કોલર આઈડી પર બદલાયેલ ફોન નંબર) અને નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા.”
સીબીઆઈએ 11 સપ્ટેમ્બરના રોજ ચાર લોકો અને અજાણ્યા સરકારી
કર્મચારીઓ સામે કેસ નોંધ્યો હતો. ત્યારબાદ, નાસિક અને કલ્યાણ (થાણે) માં દરોડા દરમિયાન, ડિજિટલ પુરાવા, પીડિતોનો ડેટા, નકલી વીમા
સ્ક્રિપ્ટો, આઠ મોબાઈલ ફોન, આઠ કોમ્પ્યુટર
અને ૫ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ગુનાની રકમ પેપાલ અને બેંક ખાતાઓ દ્વારા
મોકલવામાં આવી હતી.
સીબીઆઈ, સમગ્ર કેસની તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ