કોંગ્રેસે ફરી એકવાર, ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર પ્રશ્નો ઉઠાવ્યા
નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે ફરી એકવાર ગ્રેટ નિકોબાર અંગે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, આ પ્રોજેક્ટમાં વન અધિકાર અધિનિયમ, 2006 (એફઆરએ) ની જોગવાઈઓનું
સવાલ


નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા

સાંસદ જયરામ રમેશે ફરી એકવાર ગ્રેટ નિકોબાર અંગે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે.

તેમણે દાવો કર્યો છે કે, આ પ્રોજેક્ટમાં વન અધિકાર અધિનિયમ, 2006 (એફઆરએ) ની જોગવાઈઓનું

પાલન કરવામાં આવ્યું નથી,

જે પર્યાવરણ અને

આદિવાસી સમુદાયોના અધિકારોનું ઉલ્લંઘન કરી શકે છે.

જયરામ રમેશે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે,” 18 ઓગસ્ટ, 2022 ના રોજ, આંદામાન અને

નિકોબાર ટાપુ વહીવટીતંત્રે પ્રોજેક્ટ માટે સમાધાન અને વન અધિકારોની સંમતિના

પ્રમાણપત્રો જારી કર્યા હતા, પરંતુ નિવૃત્ત ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી મીના

ગુપ્તાએ તેને કલકતા હાઇકોર્ટમાં પડકાર્યો છે, જેમાં વન અધિકાર અધિનિયમનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો

છે.”

રમેશે કહ્યું કે,” 19 ફેબ્રુઆરી, 2025 ના રોજ, કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રાલયે આ મામલામાંથી પોતાને

દૂર કરવા વિનંતી કરી હતી,

જ્યારે 8 સપ્ટેમ્બર, 2025 ના રોજ, તે જ મંત્રાલયે

સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો છે, જે આ મુદ્દા પર અસ્પષ્ટતા દર્શાવે છે.”

તેમણે કહ્યું કે,” પર્યાવરણીય મંજૂરીને નેશનલ ગ્રીન

ટ્રિબ્યુનલ (એનજીટી) માં પડકારવામાં

આવી છે, તેમ છતાં આંદામાન

અને નિકોબાર ટાપુઓ સંકલિત વિકાસ નિગમે વૃક્ષો કાપવા અને પરિવહન માટે રસ વ્યક્ત

કરવા આમંત્રણ આપ્યું છે.” તેમણે ગલથિયા ખાડીને મુખ્ય બંદર તરીકે જાહેર કરવા અને

પર્યાવરણ મંત્રીની બેદરકારીનો પણ ઉલ્લેખ કર્યો.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોંગ્રેસ સંસદીય પક્ષના પ્રમુખ

સોનિયા ગાંધીએ પણ એક અંગ્રેજી અખબારમાં, એક લેખ લખીને આ પ્રોજેક્ટ સામે વાંધો

ઉઠાવ્યો હતો અને આદિવાસી વિસ્થાપન અને પર્યાવરણીય નુકસાનની આશંકા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande