સરસંઘચાલક મોહન ભાગવતે, ઇન્દોરમાં 'પરિક્રમા કૃપા સાર' પુસ્તકનું વિમોચન કર્યું
ઇન્દોર, નવી દિલ્હી,14 સપ્ટેમ્બર (હિ.સ.) આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે રવિવારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેમના રોકાણ દરમિયાન અહીં બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત, નર્મદા ખંડ સેવા સંસ્થાનના કાર્યક્રમમાં હાજરી આપી હત
સંઘ


ઇન્દોર, નવી દિલ્હી,14 સપ્ટેમ્બર

(હિ.સ.) આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે રવિવારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં તેમના

રોકાણ દરમિયાન અહીં બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત, નર્મદા ખંડ સેવા

સંસ્થાનના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે મધ્યપ્રદેશના પંચાયત અને

ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદ સિંહ પટેલ દ્વારા લખાયેલ પુસ્તક 'પરિક્રમા કૃપા

સાર'નું વિમોચન

કર્યું. કાર્યક્રમમાં સ્વામી ઈશ્વરનંદ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ હાજર છે.

આ પહેલા મંત્રી પ્રહલાદ પટેલે સરસંઘચાલક ડૉ. ભાગવતનું મા

નર્મદાનું ચિત્ર રજૂ કરીને સ્વાગત કર્યું. સરસંઘચાલકએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનું

ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા, ભાજપ પ્રદેશ

પ્રમુખ હેમંત ખંડેલવાલ અને ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, મંત્રી વિશ્વાસ

સારંગ, રાકેશ શુક્લા, ચૈતન્ય કશ્યપ, મંત્રી કૈલાશ

વિજયવર્ગીય, તુલસીરામ સિલાવત, ઇન્દોર

પુષ્યમિત્ર ભાર્ગવ, ધારાસભ્ય ગોલુ

શુક્લા અને અન્ય ઘણા જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. પંચાયત મંત્રી પટેલે સ્ટેજ પરથી

બધા મહેમાનોનું સ્વાગત કર્યું અને કહ્યું કે,” તમારી હાજરી નર્મદા પરિક્રમાવાસીઓને

હિંમત અને દિશા આપે છે, જેથી આપણે સનાતન

ધર્મ માટે કેટલાક પગલાં લેવાની હિંમત એકઠી કરી શકીએ. આ દરમિયાન તેમણે પોતાના

નર્મદા પરિક્રમાના અનુભવો પણ શેર કર્યા.”

મંત્રી પટેલે જણાવ્યું કે,” તેમણે પહેલા પોતાનું પુસ્તક

છાપવાનો ઇનકાર કર્યો હતો,

કારણ કે તેમનો

ઉદ્દેશ્ય નર્મદાને વેચવાનો નહોતો.” તેમણે કહ્યું કે,” છેલ્લા 30 વર્ષમાં મને બે

તકો મળી. જ્યારે હું 2005 માં ફરીથી

યાત્રા કરી અને તે પછી હું કેન્દ્રમાં સંસ્કૃતિ મંત્રી બન્યો, ત્યારે મારા

મિત્રોએ કહ્યું કે, હવે તમારે તેને પ્રકાશિત થવા દેવી જોઈએ. મારી પાસે નર્મદા

યાત્રા અને તેના કિનારાના 72 કલાકનો વીડિયો

હતો. લોકોએ મને આ વિશે પણ પૂછ્યું, ત્યારે પણ મેં કહ્યું કે, હું નર્મદા વેચવા માંગતો નથી.”

પટેલે કહ્યું કે, “નર્મદા આપણી માતા છે, નદીઓ આપણો વારસો

છે, આ આપણું જીવન છે, આપણે એક સંકલ્પ

સાથે આગળ વધવું જોઈએ. આ પુસ્તકનું વિમોચન ફક્ત વિમોચન નથી, તેનો એક એક પૈસો

ગાયની સેવા અને પરિક્રમાવાસીઓ માટે ખર્ચવામાં આવશે. હાલમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો

છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande