જીએસટી સુધારાથી લોકો પરનો કરબોજ ઘટશે: નિર્મલા સીતારમણ
ચેન્નઈ,નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર (હિ.સ.) તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા રવિવારે આયોજિત ''ટેક્સ રિફોર્મ્સ ફોર ઇમર્જિંગ ઇન્ડિયા'' શીર્ષક હેઠળના પરિષદને સંબોધતા, કેન્દ્રીય
રગાેૂગ


ચેન્નઈ,નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર

(હિ.સ.) તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા

રવિવારે આયોજિત 'ટેક્સ રિફોર્મ્સ

ફોર ઇમર્જિંગ ઇન્ડિયા' શીર્ષક હેઠળના

પરિષદને સંબોધતા, કેન્દ્રીય

નાણામંત્રી નિર્મલા સીતારમણે દાવો કર્યો હતો કે,” ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સુધારાના

અમલીકરણથી દેશભરમાં વ્યાપક પરિવર્તન આવવાની અપેક્ષા છે અને તેની સીધી અસર ભારતના 140 કરોડ નાગરિકો પર

પડશે.”

નાણામંત્રીએ કહ્યું કે,” દેશના દરેક નાગરિકને રોજિંદા

જીવનની દરેક વસ્તુમાં જીએસટીનો લાભ મળશે. તેની અસર સવારની ચાથી લઈને રાત્રિભોજન

અને ઊંઘ સુધી લોકો જોશે. જીએસટી માં કરવામાં આવેલા સુધારાથી લોકો પરનો કરબોજ ઘટશે.

હવે 99 ટકા વસ્તુઓ પર જીએસટીદર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં

આવ્યા છે. સામાન્ય માણસના ખિસ્સા પરનો ભાર ઘટાડવાની દિશામાં આ એક મોટું પગલું છે.”

તેમણે કહ્યું કે,” 2017 માં દેશભરમાં એકસમાન કરવેરા સુનિશ્ચિત કરવા માટે જીએસટી લાગુ

થયા પહેલા ફક્ત 66 લાખ વ્યવસાયોને

કર પ્રણાલીમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા આઠ વર્ષમાં આ સંખ્યા વધીને 1.5 કરોડ થઈ ગઈ છે.

આ સરકારની પારદર્શક અને સરળ કર નીતિનું પરિણામ છે. જીએસટી સુધારા હેઠળ, માલ અને સેવાઓનું

વર્ગીકરણ સરળ બનાવવામાં આવ્યું છે.”

નાણામંત્રીએ કહ્યું કે,” કેન્દ્ર સરકારે ખાતરી કરી છે કે કર

શ્રેણીઓ સ્પષ્ટ અને સરળ હોય, જેથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં કોઈ મૂંઝવણ ન રહે. ઉપરાંત, જીએસટી સુધારાને કારણે, હવે ઘણા

ઉત્પાદનોનો ઇનપુટ ખર્ચ ઘટશે. આનાથી કુલ ઉત્પાદન ખર્ચ ઘટશે અને ગ્રાહકોને ભાવમાં પણ

રાહત મળશે.”

સીતારમણે કહ્યું કે,” દેશના દરેક રાજ્યમાં અલગ અલગ તહેવારો

હોય છે. આવી સ્થિતિમાં, દિવાળી પહેલા જીએસટી

સુધારા લાગુ કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્દેશોને ધ્યાનમાં રાખીને, તેમને અગાઉથી

લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા જીએસટી દર 22 સપ્ટેમ્બરથી

અમલમાં આવશે અને તેની અસર સમગ્ર દેશમાં અનુભવાશે. આ સુધારાઓ માત્ર કર પ્રણાલીને

સરળ બનાવશે નહીં, પરંતુ પારદર્શિતા

પણ વધારશે અને દરેક વર્ગને તેનો લાભ મળશે.”

તેમણે કહ્યું કે,”વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ

પર પોતાના ભાષણમાં જાહેરાત કરી હતી કે, તેમાં કેટલાક સુધારા કરવામાં આવશે. આ પછી, ચાર-સ્તરીય જીએસટી કર પ્રણાલીને

બે-સ્તરીય કરવામાં આવી. તે મુજબ, 12 ટકા અને 28 ટકા જીએસટી દર શ્રેણીઓ દૂર કરવામાં આવી છે. 5 ટકા અને 12 ટકા કર પ્રણાલી

ચાલુ રહેશે.”

નાણામંત્રીએ કહ્યું કે,” રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને જીએસટી કર લાદવામાં

આવ્યો છે. આનાથી રાજ્યોને ઘણો ફાયદો થશે. જો કે, કેટલાક લોકો આ માટે કેન્દ્ર સરકારની પ્રશંસા

કરવામાં અચકાય છે.” તેમણે કહ્યું કે,” તમામ વર્ગો સારી રીતે જાણે છે કે કેન્દ્ર

સરકાર લોકોની સરકાર છે.”

ઉલ્લેખનીય છે કે, શરૂઆતમાં તમામ માલ અને સેવાઓને 5, 12, 18 અને 28 ટકાના ચાર કર

દરો હેઠળ એકીકૃત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર

સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande