ગાઝા પટ્ટી, નવી દિલ્હી,15 સપ્ટેમ્બર
(હિ.સ.) રવિવારે ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરમાં હવાઈ હુમલો કર્યો. વિસ્ફોટ પછી અનેક
ઉંચી ઇમારતોમાં આગ લાગી. આ પછી, લોકોને ઘણા વિસ્તારો છોડી દેવાની ચેતવણી આપવામાં આવી.
ઇઝરાયલી સેનાએ શહેરને સંપૂર્ણ રીતે ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
સીએનએન ચેનલના અહેવાલ મુજબ,”ઇઝરાયલી સેનાએ
રવિવારે સવારે થોડા કલાકોમાં ગાઝા શહેરના અનેક ટાવર ખાલી કરવાના આદેશો જારી કર્યા
છે. આ હુમલો ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા બોલાવવામાં આવેલી બેઠક
પહેલા થયો છે. બેઠકમાં ગાઝામાં બંધકોને બચાવવાના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવશે.
ઇઝરાયલી સેનાએ, ગાઝા બંદર નજીક સ્થિત 11 માળની અલ કવથર ઇમારતને પણ નિશાન બનાવી છે.”
એક સૂત્રએ જણાવ્યું હતું કે,” ગુરુવારે યોજાનારી બેઠકમાં
ઇઝરાયલી વિદેશ અને સંરક્ષણ પ્રધાનો તેમજ ઇઝરાયલી લશ્કરી અને સુરક્ષા સેવાઓના વડાઓ
હાજરી આપશે. ગાઝામાં લગભગ 20 બંધકો, હજુ પણ
જીવંત હોવાનું માનવામાં આવે છે.” બે ઇઝરાયલી અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આગામી
દિવસોમાં ગાઝા શહેરમાં ઇઝરાયલી લશ્કરી ભૂમિ કાર્યવાહી શરૂ થવાની તૈયારીમાં છે.”
યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઇન
રેફ્યુજીઝ (યુએનઆરડબ્લ્યુએ)
ના ઇન્સ્પેક્ટર
જનરલે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” ગાઝા શહેરમાં છેલ્લા ચાર દિવસમાં
ઓછામાં ઓછી 10 યુએન ઇમારતો પર
હુમલો કરવામાં આવ્યો છે.” યુએનઆરડબ્લ્યુએ ના ઇન્સ્પેક્ટર જનરલ ફિલિપ લાઝારિનીએ
જણાવ્યું હતું કે,” શહેર અને ગાઝાના ઉત્તરમાં તીવ્ર ઇઝરાયલી હવાઈ હુમલાઓ પછી
ગાઝામાં કોઈ પણ સ્થળ સુરક્ષિત નથી અને કોઈ પણ સુરક્ષિત નથી.”
ઇઝરાયલી સંરક્ષણ દળો (આઈડીએફ) એ જણાવ્યું હતું કે,” હમાસ તેનો ઉપયોગ આ
વિસ્તારમાં ઇઝરાયલી સૈનિકોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે કરી રહ્યું હતું. અલ
મોહના ટાવર (ઉચ્ચ ઇમારત તેલ અલ-હાવા વિસ્તારમાં સ્થિત છે) ને પણ હમાસે નિશાન
બનાવ્યું હતું.” ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે. એક્સપર સ્થિત છ માળની
ઇમારતને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા હુમલાઓનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે,” શનિવારે ગાઝા પર ઇઝરાયલી હુમલાઓમાં
ઓછામાં ઓછા 74 પેલેસ્ટિનિયન
માર્યા ગયા હતા.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ