નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કથિત
ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે
ભૂતપૂર્વ ક્રિકેટરો રોબિન ઉથપ્પા અને યુવરાજ સિંહ અને અભિનેતા સોનુ સૂદને સમન્સ
પાઠવ્યા છે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ 22 સપ્ટેમ્બરે રોબિન ઉથપ્પા, 23 સપ્ટેમ્બરે
યુવરાજ સિંહ અને 24 સપ્ટેમ્બરે સોનુ
સૂદને ઓનલાઈન સટ્ટાબાજી એપ 1xBet સંબંધિત કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (પીએમએલએ) હેઠળ આગામી
અઠવાડિયા દરમિયાન પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ઇડીએ આ કેસની તપાસના
ભાગ રૂપે ભૂતપૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની પૂછપરછ કરી છે. સોમવારે આ
કેસમાં ભૂતપૂર્વ ટીએમસીસાંસદ અને અભિનેત્રી મીમી ચક્રવર્તીનું નિવેદન પણ નોંધવામાં
આવ્યું છે.
આ ઉપરાંત, બંગાળી અભિનેતા અંકુશ હાજરા આજે આ કેસમાં નિર્ધારિત સમન્સ
પર ED સમક્ષ હાજર થયા
હતા, જ્યારે 1xBet ની ભારતની
બ્રાન્ડ એમ્બેસેડર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા મંગળવારે આપેલી તારીખે હજુ સુધી
હાજર થઈ નથી.
કેન્દ્રીય તપાસ એજન્સીની આ તપાસ કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી
એપ્લિકેશનો સાથે સંબંધિત છે, જેમણે ઘણા લોકો અને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની
છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે. કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન 70 ભાષાઓમાં ઉપલબ્ધ
છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ