નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) આવકવેરા વિભાગે આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવા માટે
વધુ એક દિવસનો સમય આપ્યો છે. કરદાતાઓએ ઇ-ફાઇલિંગ પોર્ટલ પર સમસ્યાઓ, ખામીઓ અને સર્વર
સમયસમાપ્તિની ફરિયાદ કરી હતી તેથી વિભાગે રિટર્ન ફાઇલ કરવાની આજની તક આપી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ મંગળવારે
જણાવ્યું હતું કે,” આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની
છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને
15 સપ્ટેમ્બર
કરવામાં આવી હતી. હવે આજે વધુ એક દિવસની તક આપવા માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની
છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બરથી
લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.”
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આઈટીઆર ફાઇલ
કરવાની મૂળ અંતિમ તારીખ 15 સપ્ટેમ્બરની
મોડી સાંજ સુધીમાં 7.3 કરોડથી વધુ
આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ