મધર ડેરીએ દૂધ, પનીર અને ઘીના ભાવ ઘટાડ્યા, 22 સપ્ટેમ્બરથી નવા ભાવ લાગુ થશે
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) મધર ડેરી ગ્રાહકોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માં 100 ટકા ઘટાડાનો લાભ આપશે. તેથી જ તેણે હવે તેના ઉત્પાદનોના ભાવમાં 2 રૂપિયાથી ઘટાડા 30 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ નવા ભાવ 22 સપ્ટેમ
સ્પી


નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર (હિ.સ.) મધર ડેરી ગ્રાહકોને ગુડ્સ એન્ડ સર્વિસ

ટેક્સ (જીએસટી) માં 100 ટકા ઘટાડાનો લાભ

આપશે. તેથી જ તેણે હવે તેના ઉત્પાદનોના ભાવમાં 2 રૂપિયાથી ઘટાડા 30 રૂપિયા કરવાની

જાહેરાત કરી છે. આ નવા ભાવ 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.

મધર ડેરીએ મંગળવારે, ટોન્ડ મિલ્ક, પનીર, માખણ, ઘી, ચીઝ અને પ્રીમિયમ

ગાય ઘી જેવા રોજિંદા જરૂરિયાતના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

ભાવ ઘટાડા બાદ, એક લિટર ટોન્ડ યુએચટીટેટ્રા પેક દૂધનો

ભાવ 77 રૂપિયા પ્રતિ

લિટરથી ઘટીને 75 રૂપિયા થઈ જશે, જ્યારે 450 મિલી પેક હવે 33 રૂપિયાને બદલે 32 રૂપિયામાં

ઉપલબ્ધ થશે. ફ્લેવર્ડ મિલ્કશેકના 180 મિલી પેકની કિંમત પણ 30 રૂપિયાથી ઘટીને 28 રૂપિયા થઈ જશે.

મધર ડેરીએ પનીરના ભાવ પણ ઘટાડ્યા છે. હવે 200 ગ્રામ પનીર 95 રૂપિયાને બદલે 92 રૂપિયામાં અને 400 ગ્રામ પનીરનું

પેકેટ 180 રૂપિયાને બદલે 174 રૂપિયામાં મળશે.

તેવી જ રીતે, 200 ગ્રામ મલાઈ

પનીરનું પેકેટ પણ 100 રૂપિયાથી

ઘટાડીને 97 રૂપિયામાં

વેચાશે. તેવી જ રીતે, ઘી અને માખણના

ભાવમાં પણ રાહત આપવામાં આવી છે. હવે 500 ગ્રામ માખણ 305 રૂપિયાને બદલે 285 રૂપિયામાં અને 1 લિટર ઘીનું કાર્ટન પેક 675 રૂપિયાને બદલે 645 રૂપિયામાં મળશે.

મધર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મનીષ બંદલીશે જણાવ્યું હતું

કે,” જીએસટી દરમાં ઘટાડો ગ્રાહકો માટે સીધી રાહત છે. તેમણે કહ્યું કે અમે સરકારના જીએસટીના

લાભો કોઈપણ વિલંબ વિના ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છીએ. આનાથી પેક્ડ ફૂડનો વપરાશ

વધશે, ખેડૂતોની આવકમાં

સુધારો થશે અને સમગ્ર સપ્લાય ચેઇન મજબૂત થશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત’ નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande