આસામના સોનારીમાં, બે ઉલ્ફા (સ્વા) કેડરોએ આત્મસમર્પણ કર્યું
ચરાઈદેવ (આસામ), નવી દિલ્હી,16 સપ્ટેમ્બર (હિ.સ.) આસામના ચરાઈદેવ જિલ્લામાં સ્થિત સોનારીમાં યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા) સ્વાધિન (સ્વા) ના બે સક્રિય કાર્યકરો (કેડર) એ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ઉલ્ફા (સ્વ
સેના


ચરાઈદેવ (આસામ), નવી દિલ્હી,16 સપ્ટેમ્બર

(હિ.સ.) આસામના ચરાઈદેવ જિલ્લામાં સ્થિત સોનારીમાં યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ

આસામ (ઉલ્ફા) સ્વાધિન (સ્વા) ના બે સક્રિય કાર્યકરો (કેડર) એ પોલીસ સમક્ષ આત્મસમર્પણ

કર્યું છે.

ઉલ્ફા (સ્વા) ના બંને કેડરોએ ચરાઈદેવ જિલ્લા મુખ્યાલયના શહેર સોનારીમાં

સોનારી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. બંનેની ઓળખ સુભંત દુવારા ઉર્ફે ચુનમય આસામ

અને દંડેશ્વર બુધાગોહૈન ઉર્ફે અનુપમ આસામ, સાદિયા તરીકે થઈ છે.

હાલમાં, ચરાઈદેવ જિલ્લા પોલીસ બંને ઉલ્ફા (સ્વા) કેડરની સઘન

પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,”અન્ય માહિતી ટૂંક

સમયમાં જાહેર કરવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande