મોદીના જન્મદિવસ પર માં વંદે બાયોપિકની જાહેરાત, અભિનેતા મુકુંદન મુખ્ય ભૂમિકા ભજવશે
એર્નાકુલમ, નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 75 વર્ષના થયા. આ પ્રસંગે વધુ એક બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. માં વંદે નામની આ ફિલ્મમાં દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા ઉન્ની મુકુંદન નરેન્દ્ર મોદીની
નમો


એર્નાકુલમ, નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 75 વર્ષના થયા. આ પ્રસંગે વધુ એક બાયોપિકની જાહેરાત કરવામાં

આવી છે. માં વંદે નામની આ ફિલ્મમાં દક્ષિણ ભારતના પ્રખ્યાત અભિનેતા

ઉન્ની મુકુંદન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવશે. નિર્માતાઓએ ફિલ્મનું પહેલું પોસ્ટર

રિલીઝ કર્યું અને શીર્ષક જાહેર કર્યું.

અભિનેતા મુકુંદને બુધવારે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું, હું આગામી ફિલ્મ, માં વંદેમાં

નરેન્દ્ર મોદીનો રોલ કરીશ. મને એ જાહેરાત કરતા ખૂબ આનંદ થાય છે કે,” હું ક્રાંતિ

કુમાર દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મ, મા વંદેમાં, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીની

ભૂમિકા ભજવીશ. અમદાવાદમાં ઉછર્યા પછી, હું તેમને બાળપણમાં આપણા મુખ્યમંત્રી તરીકે પહેલી વાર જાણતો

હતો. વર્ષો પછી, એપ્રિલ 2023 માં, મને તેમને મળવાનો

લહાવો મળ્યો,તે એક એવી ક્ષણ હતી જેણે મારા પર કાયમી છાપ છોડી.

તેમણે લખ્યું, એક અભિનેતા તરીકે, આ ભૂમિકામાં

પ્રવેશ કરવો એ અતિ રોમાંચક અને પ્રેરણાદાયક બંને છે. તેમની (નરેન્દ્ર મોદીની)

રાજકીય સફર અસાધારણ રહી છે,

પરંતુ આ ફિલ્મમાં, અમે રાજકારણીથી

આગળના વ્યક્તિત્વને શોધવાનો પ્રયાસ કરીએ છીએ, ખાસ કરીને તેમની માતા સાથેના તેમના ઊંડા સંબંધો, જેણે તેમના પાત્ર

અને ભાવનાને આકાર આપ્યો.

અભિનેતાએ ઉમેર્યું, તેમની સાથેની મારી વાતચીતમાંથી, તેમના બે શબ્દો

જીવનની મુશ્કેલીઓ દરમિયાન મારી સાથે રહ્યા છે. ગુજરાતીમાં, તેમણે કહ્યું, ઝુકવાનુ નહીં, જેનો અર્થ થાય છે

ક્યારેય નમવું નહીં. તે શબ્દો ત્યારથી મારા માટે શક્તિ અને સંકલ્પનો

સ્ત્રોત રહ્યા છે. આ ખાસ પ્રસંગે, હું સમગ્ર રાષ્ટ્ર સાથે વડાપ્રધાન મોદીને જન્મદિવસની ખૂબ

ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સિનેમા હોલમાં મળીશું.

મુકુન્દનના મતે, માં વંદેનું દિગ્દર્શન ક્રાંતિ કુમાર સીએચ દ્વારા કરવામાં

આવ્યું છે, જ્યારે વીર

રેડ્ડી એમ ફિલ્મનું નિર્માણ કરશે. પ્રતિભાશાળી લેન્સમેન (ફોટોગ્રાફર) કે.કે.

સેન્થિલ કુમાર, જે બાહુબલી, ઈગા અને અન્ય ઘણી

બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે, ફિલ્માંકનનું સંચાલન કરશે. આ ફિલ્મ મોદીની

અદ્ભુત સફર દર્શાવવા માટે બનાવવામાં આવી રહી છે, જેમણે દેશભરના લાખો લોકોના દિલ જીતી લીધા છે.

સત્ય ઘટનાઓ પર આધારિત, આ ફિલ્મમાં

વડાપ્રધાન મોદીની બાળપણથી રાષ્ટ્રીય નેતા બનવા સુધીની પ્રેરણાદાયક સફર દર્શાવવામાં

આવશે. તે તેમની માતા હીરાબેન મોદી સાથેના તેમના ઊંડા સંબંધને પણ પ્રકાશિત કરશે, જે તેમની સફર

દરમિયાન પ્રેરણા સ્ત્રોત રહી છે.

માં વંદે

નું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં તેમને કરાર પર હસ્તાક્ષર કરતા દર્શાવવામાં આવ્યા છે.

મુકુંદન, વડાપ્રધાન મોદીની ભૂમિકામાં અદભુત લાગે છે. આ એક અખિલ ભારતીય ફિલ્મ છે, જે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ

ભાષામાં ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે, આ ફિલ્મ અંગ્રેજીમાં પણ બનાવવામાં આવશે. આ ફિલ્મ મોદીની

વ્યક્તિગત અને રાજકીય સફરની ઘટનાઓ અને સિદ્ધિઓ દર્શાવશે. નોંધનીય છે કે વડાપ્રધાન

મોદી પર એક બાયોપિક બની ચૂકી છે, જે વિવેક ઓબેરોય અભિનીત છે.

હિન્દુસ્થાન સમાચાર / ઉદય કુમાર સિંહ / પવન કુમાર

---------------

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande