ધર્મેન્દ્ર પ્રધાને, પ્રધાનમંત્રી મોદીના 75મા જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી, 'સેવા પખવાડા'માં ભાગ લેવા હાકલ કરી
ભુવનેશ્વર, નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભગવાન જગન્નાથને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે, હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠ
નમો


ભુવનેશ્વર, નવી દિલ્હી,17 સપ્ટેમ્બર

(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભગવાન

જગન્નાથને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે, હૃદયપૂર્વક શુભેચ્છાઓ

પાઠવી અને પ્રાર્થના કરી.

એક વિડિઓ સંદેશ બહાર પાડતા પ્રધાને કહ્યું કે,” જે

પૃષ્ઠભૂમિમાંથી પ્રધાનમંત્રી મોદીએ દેશનું નેતૃત્વ સંભાળ્યું અને દેશની

પ્રતિષ્ઠાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી તે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. તેમના

નેતૃત્વથી જનતાનો વિશ્વાસ વધ્યો છે, અને છેલ્લા 11 વર્ષોમાં, ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને આદિવાસી સમુદાયોને કેન્દ્રમાં રાખીને એક નવી

કલ્યાણકારી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.”

પ્રધાને માહિતી આપી કે,” પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ

નિમિત્તે, ભાજપ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર (ગાંધી

જયંતિ) દરમિયાન 'સેવા પખવાડા'નું આયોજન કરી

રહ્યું છે.” તેમણે ઓડિશાના લોકોને આ પખવાડિયા દરમિયાન સ્વચ્છતા, વૃક્ષારોપણ, આરોગ્ય, શિક્ષણ અને પોષણ

જેવા ક્ષેત્રોમાં યોગદાન આપવા અપીલ કરી.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે,” 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 7.5 મિલિયન છોડ

વાવવા, 'વોકલ ફોર લોકલ' ને પ્રોત્સાહન

આપવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસો પ્રધાનમંત્રી માટે

જન્મદિવસની સાચી ભેટ હશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુનિતા મહંતો / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande