વિશાખાપટ્ટનમ, નવી દિલ્હી,17 સપ્ટેમ્બર (હિ.સ.)
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે,” આગામી પેઢીના
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સુધારાઓ અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો ઉમેરો કરશે. આનાથી લોકોના હાથમાં વધુ રોકડ આવશે, જે અન્યથા
કરવેરામાં ખોવાઈ જશે.”
નાણામંત્રીએ અહીં આયોજિત આગામી પેઢીના જીએસટી સુધારાઓ પર
આઉટરીચ અને ઇન્ટરેક્શન કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન, તેમણે વિવિધ
વેપાર સંગઠનોના વેપારીઓ અને વ્યવસાય પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું
હતું કે,” આ નવી પેઢીની કર પ્રણાલી, જેમાં ફક્ત બે સ્લેબ (5 અને 18%) છે,
તે અર્થતંત્રમાં ₹2 લાખ કરોડનો
ઉમેરો કરશે અને લોકો પાસે વધુ રોકડ હશે.”
સીતારમણે કહ્યું હતું કે,” 2025 સુધીમાં જીએસટીઆવક વધીને ₹22.08 લાખ કરોડ થશે.
કરદાતાઓની સંખ્યા 6.5 મિલિયનથી વધીને 15.1 મિલિયન થઈ ગઈ
છે.” તેમણે કહ્યું કે,” જીએસટીકર સુધારા પછી, 12% જીએસટી સ્લેબ હેઠળ આવતી 99% વસ્તુઓ હવે 5% સ્લેબમાં છે. આ
ફેરફારના પરિણામે, 28% કર સ્લેબ હેઠળ
આવતી 90% વસ્તુઓ હવે 18% સ્લેબમાં છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ