પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જીલ્લાના આદિત્યાણા ગામે તપસ્વીબાપુની મઢીવાળા રસ્તે જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો આ દરમ્યાન બધા ગલા ગુરગટીયા, આવળા ભીમા બોરસીયા, નિલેષ મેરૂભાઈ મોકરીયા, હરસુખ રાજા વાઢીયા અને સુનીલ જેન્તીલા વાજાને જુગાર રમતા ઝડપી સ્થળ પરથી રૂ.34,600નો મુદામાલ કબ્જે કરી રાણવાવ પોલીસ સ્ટેશનમા જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya