જામનગર-રાજકોટ હાઈવે ઉપર કાર અને બાઈક વચ્ચેના અકસ્માત, ખેડુત દંપત્તિ ઈજાગ્રસ્ત
જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામમાં રહેતા ખેડૂત દંપતિ હરેશભાઈ ગોરધનભાઈ રાણીપા (ઉંમર વર્ષ 40) અને તેમના પત્ની સાવિત્રીબેન (ઉંમર વર્ષ 38), કે જેઓ બંને મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી વાડીએ ખેતી કામ કરવા માટે નીક
અકસ્માત પ્રતીકાત્મક તસ્વીર


જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામમાં રહેતા ખેડૂત દંપતિ હરેશભાઈ ગોરધનભાઈ રાણીપા (ઉંમર વર્ષ 40) અને તેમના પત્ની સાવિત્રીબેન (ઉંમર વર્ષ 38), કે જેઓ બંને મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી વાડીએ ખેતી કામ કરવા માટે નીકળ્યા હતા.

જે દરમિયાન વાંકીયા ગામના પાટીયા પાસે જીજે 10 ડી.એ.5072 નંબરની અલ્ટો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં મોટરસાયકલ ફંગોળાયું હતું. જે અકસ્માતમાં ખેડૂત દંપત્તિ હરેશભાઈ તથા તેમના પત્ની સાવિત્રીબેન બંનેને નાની મોટી ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અને સારવાર ચાલુ છે.

જે અકસ્માતના બનાવ અંગે હરેશભાઈ રાણીપાએ અલ્ટો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande