ભાજપે યાસીન મલિકના દાવાઓ પર હુમલો કર્યો, અમિત માલવિયાએ યુપીએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા
કલકતા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ના આતંકવાદી યાસીન મલિક દ્વારા તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં કરાયેલા દાવાઓ બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તત્કાલીન કોંગ્રેસની આગેવાની
બોેગલ


કલકતા, 19 સપ્ટેમ્બર (હિ.સ.) જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ

(જેકેએલએફ) ના આતંકવાદી યાસીન મલિક દ્વારા તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ

કરાયેલા સોગંદનામામાં કરાયેલા દાવાઓ બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ તત્કાલીન કોંગ્રેસની આગેવાની

હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે.

ભાજપે યાસીન મલિકના દાવાઓ પર, તત્કાલીન કોંગ્રેસની આગેવાની

હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીના આઈટી

સેલના વડા અને પશ્ચિમ બંગાળના સહ-પ્રભારી અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે,” યાસીન

મલિક એક કુખ્યાત આતંકવાદી છે. જેણે ભારતીય વાયુસેનાના જવાનોને ગોળી મારીને મારી

નાખ્યા હતા. આ રાષ્ટ્ર સામે યુદ્ધ છેડવા જેવો ગુનો છે, અને આવા

આતંકવાદીને કોઈપણ સંજોગોમાં બક્ષી શકાય નહીં.”

માલવિયાએ પોતાના ટ્વિટમાં પ્રશ્ન ઉઠાવ્યો કે જો યાસીન

મલિકનો દાવો સાચો હોય, તો તે યુપીએ

સરકારની રાષ્ટ્રીય સુરક્ષા અને બેક-ચેનલ ડિપ્લોમસી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

તેમણે કહ્યું કે,” કોંગ્રેસ પાર્ટીએ એ સ્પષ્ટતા કરવી જોઈએ કે કયા આધારે એક કુખ્યાત

આતંકવાદી સાથે આવી વાતચીત ગોઠવવામાં આવી અને પછી વડાપ્રધાનના સ્તરે આભાર માન્યો.”

કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારની આતંકવાદ અંગેની

નીતિ અને પાકિસ્તાન સાથે વ્યવહાર કરવાની તેની વ્યૂહરચનાની ટીકા કરતા માલવિયાએ

કહ્યું કે,” કોંગ્રેસના શાસન દરમિયાન વડાપ્રધાનના સ્તરે આતંકવાદીઓનો આભાર માનવામાં

આવતો હતો.”

ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ના આતંકવાદી

યાસીન મલિક, જે આતંકવાદી

ભંડોળના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, તેણે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલા

સોગંદનામામાં દાવો કર્યો હતો કે તે 2006 માં તત્કાલીન ભારતીય ગુપ્તચર એજન્સીઓના કહેવાથી

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક અને 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને મળ્યો હતો અને બાદમાં

તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ દ્વારા તેમનો આભાર માન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande