ફટાણા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત શિબિર યોજાઈ
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર તાલુકાના ફટાણા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે મેડિકલ ઓફિસર આયુર્વેદ ડો જયમલ વી ઓડેદરાએ પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત આયુષ સેવાઓ, રસીક
ફટાણા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત શિબિર યોજાઈ.


ફટાણા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત શિબિર યોજાઈ.


ફટાણા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત શિબિર યોજાઈ.


પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર તાલુકાના ફટાણા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે પોષણ માસ અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અંતર્ગત શિબિર યોજાઈ હતી.

આ પ્રસંગે મેડિકલ ઓફિસર આયુર્વેદ ડો જયમલ વી ઓડેદરાએ પૂર્વ પ્રસૂતિ અને પ્રસૂતા માતા સંબધિત આયુષ સેવાઓ, રસીકરણ માટે અને બાળ સ્વાસ્થ્ય સંબધિત સેવાઓ જેવીકે બાલ ચાતુ ભદ્ર ચૂર્ણ વિશે અને કિશોરી સ્વાસ્થ્ય અંતર્ગત એનીમિયા માં ધાત્રી લોહ, દોર્બલય માટે અશ્વગંધા -શતાવરી ચૂર્ણ અને માસિક સ્વચ્છતા સંબધિત સેવાઓ અને પુષ્યનુગ ચૂર્ણ, ડાયાબિટીસ, બી.પી, જેવા બિન ચેપી રોગો, ઓરલ, સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ માટે પોતાની રીતે લક્ષણોની જાણકારી આપી હતી અને સારવાર સંબધિત સેવાઓ વિશે માહિતી આપી હતી.

વધુમાં તેમણે પાંડુ રોગ માટેનું સ્ક્રીનિંગ અને સારવાર, ટીબી, માનસિક સ્વાસ્થય, મેદસ્વિતા જાગૃતિ, અંગદાન જાગૃતિ, આયુષ સેવાઓને સાંકળીને જેરિયાટ્રિક (વયોવૃધ્ધ નાગરિકો માટે) કેર માટેની માહિતી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ફટાણા આરોગ્ય આયુષ્માન મંદિર ખાતે પોષણ માહ 2025 અંતર્ગત દવાખાને આવતા દર્દીઓનેસ્વસ્થ નારી સશક્ત ભારત પોષણ પ્રચાર માટે યોગ અને યોગ્ય પોષક ખોરાક માટે બહેનોને માર્ગદર્શન આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande