અમીપુર ગામે યુવાન પર જીવલેણ હુમલો
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુર ગામે રહેતા એક યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે. અમીપુર ગામે રહેતા અને મજુરીકામ કરતા અરસીભાઈ લીલાભાઇ ધરસડા નામના યુવાનના ઘરે ગત તા.16 સપ્ટેમ્બરના રોજ જનક નાગા વાસણ અને ભરત નાગા
અમીપુર ગામે યુવાન પર જીવલેણ હુમલો


પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુર ગામે રહેતા એક યુવાન પર હુમલાની ઘટના સામે આવી છે.

અમીપુર ગામે રહેતા અને મજુરીકામ કરતા અરસીભાઈ લીલાભાઇ ધરસડા નામના યુવાનના ઘરે ગત તા.16 સપ્ટેમ્બરના રોજ જનક નાગા વાસણ અને ભરત નાગા વાસણ નામના બે શખ્સો એ ભુડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યાર બાદ ગઈકાલે અરસીભાઈ બગસરા જતા હતા તે દરમ્યાન રસ્તા ભરત નાગાભાઈ એ એવ કહ્યુ કે તે મારા પિતાજી સાથે કેમ ઝઘડો કર્યો હતો તેમ કહી ઢીકા-પાટુનો માર મારી પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી આ બનાવ અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande