દૈનિક ધોરણે સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવી ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાર્થક કરીએ -જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશભાઈ જોશી
ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ અભિયાન અંતર્ગત જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પણ સ્વચ્છતા કેમ્પેઈન હાથ ધરી ગ
દૈનિક ધોરણે સ્વચ્છતાને જીવનનો


ગીર સોમનાથ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા - ૨૦૨૫ અભિયાન અંતર્ગત જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતાના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પણ સ્વચ્છતા કેમ્પેઈન હાથ ધરી ગ્રામ્ય વિસ્તારમાં સુઘડ સફાઈ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત ખાતે સ્વચ્છતા કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં કચરો સાફ કરવામાં આવ્યો હતો અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર સહિત ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયાં હતાં.

આ સ્વચ્છતા અભિયાનનો હેતુ એ હતો કે કચેરીના કર્મચારીઓના મનમાં પણ પોતાની કચેરી સ્વચ્છ રાખવાની ભાવના જાગૃત થાય. આ સમગ્ર સ્વચ્છતા અભિયાન ૦૨ ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ રેલીઓ યોજવામાં આવશે અને શેરી નાટકો થકી ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમગ્ર અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લો ગ્રીન સોમનાથ જિલ્લો તરીકે ઓળખાતો થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે જ તેમણે દૈનિક ધોરણે સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવી ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ને સાર્થક કરીએની નાગરિકોને અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ અભિયાનની થીમ મુજબ ''સ્વચ્છોત્સવ‘’ને કેન્દ્રમાં રાખી ગ્રામ્ય વિસ્તારમાં ગાર્બેજ વલ્નરેબલ પોઇન્ટ્સ, બ્લેક સ્પોટ, બજાર, રોડ-રસ્તા, રહેણાંક વિસ્તારોમાં સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે ઉપરાંત સ્વચ્છતા લક્ષિક એકમો (CTU) અને બ્લેક સ્પોટની સાફ-સફાઈ ઝુંબેશનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande