ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યશઓ માટે ઓરિએન્ટેશન તાલીમ યોજાઈ
ગીર સોમનાથ 19 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા યોજના ફેઝ-૨ અને એસ.આઈ.આર.ડી સંસ્થા, અમદાવાદ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યઓ માટે ઓરિએન્ટેશન તાલીમ કા
ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સીના


ગીર સોમનાથ 19 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) દ્વારા યોજના ફેઝ-૨ અને એસ.આઈ.આર.ડી સંસ્થા, અમદાવાદ દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યઓ માટે ઓરિએન્ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશભાઈ જોશીએ સ્વચ્છ ભારત મિશનનો હેતુ સ્પષ્ટ કરીને વડાપ્રધાનના જન્મદિવસથી શરૂ થયેલ પખવાડિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં યોજાનાર વિવિધ સ્વચ્છતા કાર્યક્રમોની વિશદ્ વિગતો આપી હતી.

તજજ્ઞોએ તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યશ્રીઓને તાલીમ આપી આ કાર્ય વધુ સારી રીતે કઈ રીતે કરી શકાય તે અંગે વિસ્તૃત સમજ અને માર્ગદર્શન આપ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક

યોગેશભાઈ જોશી, જિલ્લા અને તાલુકાના સભ્યો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande