ગીર સોમનાથ લોહાણા મહાપરિષદેए સમગ્ર ભારતના લોહાણા સમાજના 192 વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે ગ્લોબલ વિદ્યાર્થી સન્માન સમારોહમાં સન્માનિત કરાયા..
ગીર સોમનાથ 19 સપ્ટેમ્બર (હિ.સ.) સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃ સંસ્થા એટલે શ્રી લોહાણા મહાપરિષદ ના સનિષ્ઠા- સંગઠન-સેવાના સમન્વયથી સમાજને ઉચ્ચ મુકામ સુધી લઈ અગ્રેસર રહે છે જે એજ્યુકેશનનો વ્યાપ વધે તેવા હેતુથી સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી વિદ
ગીર સોમનાથ  લોહાણા મહાપરિષદે


ગીર સોમનાથ 19 સપ્ટેમ્બર (હિ.સ.) સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા સમાજની માતૃ સંસ્થા એટલે શ્રી લોહાણા મહાપરિષદ ના સનિષ્ઠા- સંગઠન-સેવાના સમન્વયથી સમાજને ઉચ્ચ મુકામ સુધી લઈ અગ્રેસર રહે છે જે એજ્યુકેશનનો વ્યાપ વધે તેવા હેતુથી સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન સમારોહ 2025 નું ભવ્ય આયોજન અમદાવાદ ઓવઢા ઓડિટોરિયમ ખાતે યોજાયું જેમાં ટોટલ 11 00થી વધુ વિદ્યાર્થીઓ નોમિનેટ થયા હતા તેમાંથી ફાઈનલ સિલેક્ટ 192 કરાયા તે તમામને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પરમ પૂજ્ય સંત જ્ઞાનવત્સલ સ્વામીજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી, લોહાણા મહાજન મુંબઈ ના પિયુષભાઈ ગંઠા, સુરેશભાઈ પોપટ સહિત સમગ્ર ભારત ના ઝોનલ પ્રેસિડેન્ટ શિક્ષણ સમિતિ ના હોદ્દેદારો સમગ્ર ભારતના મહાજન અગ્રણીઓ અને મહાપરિષદના પ્રતિનિધિઓના હસ્તે સૌરાષ્ટ્ર ઝોન 3 ગીર સોમનાથ વેરાવળના ડો.દર્શન ભુપેન્દ્રકુમાર વિઠલાણી તેમજ ડો.ઝીલ જયેશકુમાર રાચ્છ, અર્પણ હરેશભાઈ, રૂપાભીંડા રોનક ચેતનભાઈ, વસાણી રવિ ભરતભાઈ, મજેઠીયા ભાવિક હિતેન્દ્રભાઈ અને લાખાણી ગૌરવ યોગેશભાઈ, અર્પણ રૂપારેલીયા, વંદના વિઠલાણીએ યોગામાં જિલ્લામાં આગવું સ્થાન મેળવીને અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ બદલ તમામની પસંદગી કરતા સર્વેનું અમદાવાદ ખાતે વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીએ સન્માન કરેલું હતું આ ગૌરવની ઘડીને સૌરાષ્ટ્ર ઝોન 3 ના પ્રમુખ કૃષ્ણકાંત રૂપારેલીયા, યતીનભાઈ કારિયા, રિજીનલ પ્રેસિડેન્ટ ગિરીશ ઠક્કર સેક્રેટરી સોમૈયા, કારોબારી સભ્ય અનિષ રાચ્છ, પોરબંદર લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા, રાજેશભાઈ લાખાણી યે સન્માનિત થયેલ તમામને બિરદાવ્યા હતા..*

આ ઉપરાંત વિવિધ રાજ્યોના ધોરણ 10, 12 CA ડોક્ટર ડિગ્રી એન્જિનિયરિંગ ડિગ્રી સહિતની પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર આયોજન ને સફળ બનાવવા પ્રોજેક્ટર ચેરમેન ડો. નીરવ ઠક્કર સહિત મહાપરિષદની સંપૂર્ણ ટીમે જહેમત ઉઠાવેલ હોવાનું સૌરાષ્ટ્ર ઝોન 3 ના પ્રેસિડેન્ટ કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયાએ જણાવેલ હોવાનું અનિષ રાચ્છ ની એક યાદીમાં જણાવ્યું જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ

 rajesh pande