ગીર સોમનાથ 19 સપ્ટેમ્બર (હિ.સ.)
મેંદરડા સાસણ રોડ, ભેંસાણ મોટા કોટડા રોડ સહિતના રસ્તાઓમાં ડામર પેચથી મરામત ની કામગીરી પ્રગતીમા જૂનાગઢ, તારીખ.૧૯ જૂનાગઢ જિલ્લામાં વરસાદ વિરામ લેતા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા વરસાદમાં ખરાબ થયેલા રસ્તાઓની રીપેરીંગની કામગીરી ડામર પેચથી શરૂ કરવામાં આવી છે.
જેમાં જૂનાગઢ ખડીયા મેંદરડા સાસણ રોડ, ભેંસાણ મોટા કોટડા રોડ, વંથલી માણાવદર બાંટવા સરાડીયા રોડ, કેશોદ માંગરોળ રોડ, અગતરાય આખા ટીકર માણાવદર રોડ, બાલાગામ બામણાસા આખા રોડ વગેરે રસ્તાઓની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર દિનેશ નાઘેરા સહિતની ટીમ દ્વારા મરામતની કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ