પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના વિસાવાડા ગામે આવેલા જેટકો કંપની સબસ્ટેશનમા ટોળુ ઘુસી ગયુ હતુ અને ફીડર બંધ કરાવી અને ફરજ પરના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
નરસંગટેકરી ખાતે રહેતા અને વિસાવાડા જેટકો કંપનીના સબસ્ટેશનમા જુનિયર એન્જીનિયર તરીકે ફરજ બજાવતા ઋચિતભાઈ રમણિકભાઈ પોપટે મિંયાણી મરીન પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોંધાવી છે કે તેઓ જેટકોના વિસાવાડા સબસ્ટેશન ખાતે ફરજમા હતા તે દરમ્યાન એક ટોળ ધસી આવ્યુ હતુ અને ફિડર બંધ કરાવી દઈ અને ફરી ચાલુ નહિ કરવા દઈ ફરજમાં રૂકવાટ કરી હતી આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya