પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.): સિદ્ધપુરમાં બુધવારે મોબાઈલ ચોરીના બે જુદા જુદા બનાવો સામે આવ્યા છે. પાટણ જિલ્લાના અજુજા ગામના 61 વર્ષીય પરબતજી ઠાકોરનો છે, જેમનો રૂ. 40,999 કિંમતનો મોબાઈલ મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ચોરાઈ ગયો હતો, જયારે બીજી ચોરીની ઘટના મુક્તિધામ વિસ્તારમાં બની હતી.
પરબતજી ઠાકોર બુધવારે સિદ્ધપુરના વાલકેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા નદીના સરોવરના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સભામાં હાજર રહ્યા હતા. સભા બાદ તેઓ બહાર નીકળતી વખતે અજાણ્યા શખ્સે તેમની ખીસામાંથી મોબાઈલ ચોરી લીધો હતો.
આ મામલે પરબતજી ઠાકોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે મુક્તિધામમાંથી પણ એક અન્ય વ્યક્તિનો મોબાઈલ ચોરી ગયાનું સામે આવ્યું છે. બંને બનાવોની તપાસ પોલીસે શરૂ કરી છે અને વધુ માહિતી એકત્રિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ