પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામમાં રહેતી એક પરિણીત મહિલાએ તેમના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપવા બદલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે પતિ તેમને સાથે રાખવા માંગતા નથી અને સાસરિયાઓ પતિને તેમના વિરુદ્ધ ઉશ્કેરે છે.
ફરિયાદ અનુસાર, આરોપીઓ પરિણીતાને છૂટાછેડા આપવા દબાણ કરતા હતા અને તેમના માતા-પિતાને સામાજિક દંડ આપવા માટે પણ જાતે દબાણ કર્યું હતું. આ સમગ્ર ઘટનાને કારણે મહિલાએ પોતાને હેરાન કરવાના આક્ષેપો કર્યા છે.
મહિલા પોલીસ સ્ટેશને આ મામલે IPC કલમ 85, 54 અને 296 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. કેસની તપાસ હાલ મહિલા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ