પાટણ: યશ બેંકના કર્મચારી હિતેશ પ્રજાપતિ દ્વારાए ₹5.93 લાખની ઉચાપત, પોલીસ દ્વારા ધરપકડ
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના રૂની ગામે આવેલી યશ બેંકના કર્મચારી હિતેશ કુરશીભાઇ પ્રજાપતિની રૂ. 5.93 લાખની ઉચાપત અને છેતરપિંડીના કેસમાં બાલીસણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આ
પાટણ: યશ બેંકના કર્મચારી હિતેશ પ્રજાપતિ દ્વારા ₹5.93 લાખની ઉચાપત, પોલીસ દ્વારા ધરપકડ


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના રૂની ગામે આવેલી યશ બેંકના કર્મચારી હિતેશ કુરશીભાઇ પ્રજાપતિની રૂ. 5.93 લાખની ઉચાપત અને છેતરપિંડીના કેસમાં બાલીસણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યો છે. આ કેસ પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉ. હિરલબેન પી. જોશીની કોર્ટમાં સંભળાયો હતો.

ફરિયાદી લક્ષ્મણભાઈ પંચાલ (રહે. કંબોઇ, તા. કાંકરેજ) દ્વારા 19-08-2025ના રોજ બાલીસણા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, હિતેશ પ્રજાપતિએ અન્ય બેંક કર્મચારીઓ સાથે મળીને તેમના નામે રૂ. 11 લાખની લોનની જગ્યાએ રૂ. 15 લાખની લોન મંજૂર કરાવી હતી. ત્યારબાદ તેમાંથી રૂ. 5.93 લાખ પોતાના ખાતામાં જમા કરાવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી.

પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપીએ લોનમાંથી ઉપાડેલ રકમ ક્યાં ઉપયોગી બનાવી છે અને આ ગુનામાં અન્ય કયા બેંક કર્મચારીઓ સંડોવાયેલા છે તેની તપાસ બાકી છે. તે માટે આરોપીના રિમાન્ડ જરૂરી છે. કોર્ટ દ્વારા પોલીસે આરોપીનો રિમાન્ડ મંજુર કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande