રણુજ ગામના પશુ દવાખાનાનું નવીનીકરણ હજુ અધૂરુ, વિકાસ માટે ફરી રજૂઆત
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના રણુજ ગામમાં આવેલા સરકારી પશુ દવાખાનાના નવીનીકરણ માટે વર્ષ 2016માં રૂ. 8 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ હેઠળ એનિમલ ટ્રેવિસ શેડ, વરંડો અને પેવર બ્લોક જેવા કામો થવાના હતા, પરંતુ આઠ વર્ષ વીતી ગયા છત
રણુજ ગામના પશુ દવાખાનાનું નવીનીકરણ હજુ અધૂરુ, વિકાસ માટે ફરી રજૂઆત


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ તાલુકાના રણુજ ગામમાં આવેલા સરકારી પશુ દવાખાનાના નવીનીકરણ માટે વર્ષ 2016માં રૂ. 8 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ હેઠળ એનિમલ ટ્રેવિસ શેડ, વરંડો અને પેવર બ્લોક જેવા કામો થવાના હતા, પરંતુ આઠ વર્ષ વીતી ગયા છતાં કામો હજુ સુધી શરૂ થયા નથી, જેના કારણે પશુપાલકો મુશ્કેલીમાં છે.

ગામના વડીલ નાથાભાઈ પરસોતમભાઈ પટેલે અગાઉ પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ સહિત વિવિધ શાખાના અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી. તેમ છતાં, દવાખાનાનું કામ અટકેલા સ્થિતિમાં છે અને પશુપાલકો માટે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી.

તાજેતરમાં, પાટણ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે પશુપાલન મંત્રી રાઘવજી પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમણે નવા S.O.R મુજબ કાર્ય ફરીથી તાત્કાલિક શરૂ કરવાની માગણી કરી છે. આ કામો પૂર્ણ થતા રણુજ સહિત આસપાસના ગામોના પશુપાલકોને મોટા પ્રમાણમાં લાભ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande