જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને જામનગરના ચેમ્બર ઓફ કોમર્સ ખાતે “સહકાર સે સમૃદ્ધિ” અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ અને સહકારી મંડળીઓની માહિતી પ્રેઝન્ટેશનના માધ્યમથી રજુ કરવામાં આવી હતી.
જેમાં તેમણે જિલ્લાઓ જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની માહિતી, પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ, કેન્દ્રીય સહકાર મંત્રાલયના પહેલની વિગતો જેમાં પાણી સમિતિ કામગીરી શરૂ કરેલ પ્રાકૃતિક કૃષિ ધિરાણ મંડળીઓ, સભાસદ બનેલ મંડળીઓ તથા ફેર પ્રાઈઝ શોપ તરીકે કાર્યરત મંડળીઓ વિશે માહિતી, જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ દૂધ મંડળીઓની સંખ્યા, દૂધ સંઘમાં દૂધ મંડળીના સભાસદોની સંખ્યા, બી.સી.સી.બી.માં ખાતુ ધરાવતા દૂધ મંડળીના સભાસદોની સંખ્યા તથા ખાતા ખોલાવવાના બાકી હોય તેવા સભાસદો, સહકારી મંડળીઓની માહિતી તેમજ બજાર સમિતિના બેંક ખાતાઓની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં તેમણે દ્દેદારોને જણાવ્યું હતું કે, ખેડૂતો, પશુપાલકો, એ.પી.એમ.સીના વેપારીઓ સહકારી બેંક સાથે જોડાય તે જરૂરી છે. ડિજિટલ ટ્રાન્ઝેકશનની સંખ્યામાં વધારો થાય, માઇક્રો એ.ટી.એમ.થકી નાણાં ઉપડે, સહકારી મંડળીઓમાં જન ઔષધિ કેન્દ્ર, CSC સેન્ટર, ધિરાણ સહિતની પ્રવૃતિઓ વધે તે પ્રકારે કામગીરી કરવી જોઈએ. એ.પી.એમ.સી દ્વારા વેલ્યુ એડીશન કરીને પોતાની પ્રોડક્ટ માર્કેટમાં વહેંચવી જોઈએ.
આ બેઠકમાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન જીતુલાલ, સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર ધરમશીભાઈ ચનીયારા, વાઈસ ચેરમેન બળદેવસિંહ જાડેજા, ડાયરેકટર પ્રવીણસિંહ ઝાલા, દૂધસંઘના ચેરમેન કાનજીભાઈ, જિલ્લા રજીસ્ટ્રાર અજય સિદ્ધપુરા તેમજ હોદ્દેદારો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt