સિદ્ધપુર નગરપાલિકા 'અ' વર્ગમાં, ગ્રાન્ટમાં 8.70 કરોડનો વધારો
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારે સિદ્ધપુર નગરપાલિકાને ''બ'' વર્ગમાંથી ''અ'' વર્ગમાં વર્ગીકૃત કરી છે. આ ઐતિહાસિક નિર્ણયો બાદ નગરપાલિકાની વાર્ષિક ગ્રાન્ટ ₹27.55 કરોડથી વધીને ₹36.25 કરોડ થઈ છે, એટલે કે આશરે ₹8.70 કરોડનો વધારો થયો છે. આ પગ
સિદ્ધપુર નગરપાલિકા 'અ' વર્ગમાં, ગ્રાન્ટમાં 8.70 કરોડનો વધારો


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાત સરકારે સિદ્ધપુર નગરપાલિકાને 'બ' વર્ગમાંથી 'અ' વર્ગમાં વર્ગીકૃત કરી છે. આ ઐતિહાસિક નિર્ણયો બાદ નગરપાલિકાની વાર્ષિક ગ્રાન્ટ ₹27.55 કરોડથી વધીને ₹36.25 કરોડ થઈ છે, એટલે કે આશરે ₹8.70 કરોડનો વધારો થયો છે. આ પગલાં શહેરના સર્વાંગી વિકાસ માટે નવા દ્વાર ખોલશે.

શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત, સિદ્ધપુરના પૌરાણિક અને ઐતિહાસિક વારસાને ધ્યાનમાં રાખીને ખાસ કિસ્સા તરીકે આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના પ્રયાસોને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ નિર્ણય મંજૂર કર્યો હતો.

'અ' વર્ગમાં શ્રેણીકરણથી વિવિધ શહેરી યોજનાઓ હેઠળ મળતી ગ્રાન્ટમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમ કે, સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના હેઠળ ₹9 કરોડના બદલે ₹12 કરોડ, આગવી ઓળખના કાર્ય માટે ₹6 કરોડના બદલે ₹10 કરોડ, નવીન નગર સેવા સદન માટે ₹5 કરોડના બદલે ₹6 કરોડની ગ્રાન્ટ મળશે. આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે ₹8 કરોડ, હયાત નગર સેવા સદન મરામત માટે ₹1.50 કરોડ અને સ્વચ્છ શહેર, સુંદર શહેર યોજના માટે ₹1.25 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે.

મુખ્યમંત્રી શહેરી માર્ગ યોજના અને નિર્મળ ગુજરાત યોજના હેઠળ પણ ગ્રાન્ટમાં વધારો થયો છે. આ નિર્ણય માટે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન એમ. પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર, કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે તથા તમામ ચેરમેન અને સભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી બલવંતસિંહ રાજપૂતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande