પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થીની પર હુમલો, ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના જ ક્લાસના વિદ્યાર્થીએ છેલ્લા ચાર મહિનાથી હેરાન કરતા હવે શારીરિક હિંસા સુધી પહોંચી ગયો. મંગળવારે, સ્કૂલના રિસેસ સ
પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થીની પર હુમલો, ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના જ ક્લાસના વિદ્યાર્થીએ છેલ્લા ચાર મહિનાથી હેરાન કરતા હવે શારીરિક હિંસા સુધી પહોંચી ગયો. મંગળવારે, સ્કૂલના રિસેસ સમયે બે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનીને પકડી રાખી અને ત્રીજાએ બ્લેડથી હાથ પર ચેકા મારી, લાઈટરથી ડામ આપ્યો. ગભરાઈ ગયેલી વિદ્યાર્થીનીએ ઘરે જઈ ઝેરી પ્રવાહી પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેણી પાટણની ખાનગી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે.

વિદ્યાર્થિનીના પિતાએ આરોપ લગાવ્યો કે તેઓએ પાંચ મહિના પહેલા જ આચાર્યને ફોન કરીને જણાવ્યું હતું કે એક વિદ્યાર્થી તેમની દીકરીને હેરાન કરે છે. જોકે સ્કૂલ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. ઘટના બાદ ક્લાસ ટીચરરે વિદ્યાર્થિનીને ધમકાવી હતી કે જો પિતાને કહેશે તો તેને સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવશે. આથી બાળકી ગભરાઈ ગઈ અને એ જ દિવસે ઝેર પી લીધું.

દુઃખદ વાત એ છે કે બાળકી પર હુમલાની ઘટના બાદ પણ સ્કૂલ તરફથી કુઈ કાર્યવાહી નહોતી લેવાઈ. બાળકીના પિતાએ જણાવ્યુ કે સ્કૂલના આચાર્યે તેમને ફોન પર કહ્યું કે તેઓ લીવ પર છે. ક્લાસ ટીચરે પણ જવાબદારી લેવાથી ઇનકાર કર્યો અને કહ્યું કે અમે ભણાવવામાં ધ્યાન આપીએ છીએ, વિદ્યાર્થીઓ શું કરે છે એ જવાબદારી નથી. આ નિર્ણયશક્તિના અભાવે એક બાળકીને ગંભીર નુક્સાન થયું.

બાળકીના પિતા અને પરિવારજનો શાળાના CCTV ફૂટેજ માંગવા ગયા ત્યારે શાળાના વાઇસ પ્રિન્સિપાલે કહ્યું કે તેમને પાસવર્ડ ખબર નથી. આચાર્યે પણ કહ્યું કે તેઓ પાસવર્ડ ભૂલી ગયા છે. પિતાએ આ SCHOOL પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સ્કૂલ દુષ્કૃત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

પિતાએ પાટણના ગોલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું કે સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમની પુત્રીને લાઈટરથી ડામ આપ્યા અને બ્લેડથી ચેકા માર્યા. ફરિયાદ આધારે ત્રણ વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટણ તાલુકા પોલીસ P.I. જે.વી. પટેલે જણાવ્યું કે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિક આગેવાન નવઘણજી ઠાકોરે જણાવ્યું કે કેન્દ્રીય વિદ્યાલય અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની રહ્યો છે. શિક્ષકો વિદ્યાર્થીઓની ફરિયાદો લેતા નથી અને ગંભીર બનાવ બન્યા બાદ પણ જવાબદારી લેવાની તત્પરતા નથી. તેઓએ કહ્યું કે સ્કૂલ કર્મચારીઓ પણ ગુનામાં સામેલ હોવાની આશંકા છે.

સદારામ સેવા સમિતિના આગેવાને જણાવ્યું કે જે દીકરી પર અત્યાચાર થયો તે તેમને દત્તક લીધેલી છે અને તેઓ આ કેસમાં ન્યાય મળવા સુધી શાંત નહીં બેસે. જો 24 કલાકમાં કડક પગલાં નહીં લેવાય તો સમગ્ર સમાજ સ્કૂલનો ઘેરાવો કરશે. સરકાર અને તંત્રે તેને ગંભીરતાથી લઈ, સંડોવાયેલા તમામને કડક સજા કરવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande