સુઝુકીએ મોટરસાઇકલના ભાવમાં ₹18,000 સુધીનો ઘટાડો કર્યો, 22 સપ્ટેમ્બરથી નવા દરો લાગુ
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.)સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તે જીએસટી 2.0 સુધારાના સંપૂર્ણ લાભો તેના ગ્રાહકોને આપશે. કંપનીએ તેના તમામ મોડેલોમાં કિંમતોમાં ₹18,024 સુધીનો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો 22 સપ્ટેમ
સુજુકી


નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.)સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે

તે જીએસટી 2.0 સુધારાના

સંપૂર્ણ લાભો તેના ગ્રાહકોને આપશે. કંપનીએ તેના તમામ મોડેલોમાં કિંમતોમાં ₹18,024 સુધીનો ઘટાડો

કર્યો છે. આ નવી કિંમતો 22 સપ્ટેમ્બરથી

અમલમાં આવશે.

સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એસએમઆઈપીએલ)એ શુક્રવારે એક

નિવેદનમાં જણાવ્યું હતું કે તે જીએસટી 4 દર ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવા માટે તેના સ્કૂટર અને

બાઇકના ભાવમાં ₹18,024 સુધીનો ઘટાડો

કરશે. કંપનીએ જણાવ્યું હતું કે,” ગ્રાહકો 22 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવનારી સુધારેલી કિંમતો સાથે આ બચતનો

આનંદ માણી શકે છે.”

કંપનીએ ઉમેર્યું હતું કે,” ટુ-વ્હીલર, તેમજ

કોમ્પોનન્ટ્સ અને અન્ય એસેસરીઝની કિંમતમાં પણ ઘટાડો થશે. સરકારે 350 cc થી ઓછી ક્ષમતા

ધરાવતા ટુ-વ્હીલર પર જીએસટી દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કર્યા પછી આ ઘટાડો

કરવામાં આવ્યો છે.”

સેલ્સ અને માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ દીપક મુત્રેજાએ

જણાવ્યું હતું કે, અમે ભારત સરકારના

જીએસટી 2.0 સુધારાઓનું

સ્વાગત કરીએ છીએ, જે સામાન્ય લોકો

માટે પરિવહનને વધુ સસ્તું બનાવવા તરફ એક પ્રગતિશીલ પગલું છે. તેમણે ઉમેર્યું

હતું કે તહેવારોની મોસમ પહેલા ટુ-વ્હીલર્સની માંગ વધશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande