જામનગર, 19 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરના ફૂટ ઓવરબ્રિજના ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યાં નવો બ્રિજ બનાવવામાં આવનાર છે.
જામનગરના રેલવે સ્ટેશન પરિસરમાં હાલના ફૂટ ઓવર બ્રિજના સ્થાને ૧ર મીટર પહોળા નવા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે. રેલવેના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ વર્તમાન બ્રિજ ચાલીસ વર્ષ જુનો છે, અને તેની ઊંચાઈ માત્ર સામાન્ય ટ્રેન પસાર થઈ શકે તેટલી જ છે. હવે ડબલ ડેકર ટ્રેન પસાર થઈ શકે તેટલી ઊંચાઈનો બ્રિજ બનાવવાનું આયોજન છે.
અમૃત સ્ટેશન યોજના અન્વયે આશરે રૂ.૧૪ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવનાર છે. આમ હૈયાત ફૂટ ઓવરબ્રિજને તોડી પાડવાનું આયોજન થયું છે. તે હેતુથી રાજકોટ તરફનો આ બ્રિજ મુસાફરોના ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt