પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદરના ખાપટ કર્મચારી ભારતીબેન સોસાયટીમાં રહેતા ભરતભાઈ ઓડેદરાના બનેવી મસરી ઉર્ફે કારો રાજસી ભારતીબેનના ભાઈની જમીન વાવતો હોય એ જમીનના કાગળ પર ભારતીબેન સહિ કરતા ન હોય જેના મનદુઃખને લઈ મસરી ઉર્ફે કારા ભારતીબેનને ઝાપટો મારી પાટુ મારી પાછડી દઈ આડેઘડ માર માર્યો હતો અને જમીનના કાગળ પર સહિ નહિં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya