પાતા ગામ નજીક બસ ચાલકે બાઇકને ઠોકર મારતા મહિલાનું મોત
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-માધવપુર કોસ્ટલ હાઈવે ખાનગીબસના ચાલકે બાઈકને ઠોકર મારતા વૃધ્ધાનુ મોત થયુ હતુ પાતા ગામે રહેતા કેશુભાઈ ગાંગાભાઈ ઓડેદરા અને તેમની માતા ભીનીબેન ઉર્ફે ભુરીબેન મોટરસાયકલ નં-જીજે-03-બીએચ-7830 લઇ પાતા ગામના બસસ્ટેન્ડ પાસ
પાતા ગામ નજીક બસ ચાલકે બાઇકને ઠોકર મારતા મહિલાનું મોત


પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર-માધવપુર કોસ્ટલ હાઈવે ખાનગીબસના ચાલકે બાઈકને ઠોકર મારતા વૃધ્ધાનુ મોત થયુ હતુ પાતા ગામે રહેતા કેશુભાઈ ગાંગાભાઈ ઓડેદરા અને તેમની માતા ભીનીબેન ઉર્ફે ભુરીબેન મોટરસાયકલ નં-જીજે-03-બીએચ-7830 લઇ પાતા ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન ખાનગી બસ નં-જીજે-03-બીટી-5005ના ચાલકે પોતાની બસ બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલને ઠોકર મારતા કેશુભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હતી, જયારે તેમની માતા ભીનીબેનને માથાના ભાગે ગંભીર તેમનુ મોત નિપજયુ હતુ.

આ બનાવ અંગે સાંજણભાઈ કરશનભાઈ પરમાર માઘવપુર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande