ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પાણીની સમસ્યા સામે મહિલાઓનો વિરોધ
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની મહિલાઓએ આજે ફરી નગરપાલિકા કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી સોસાયટીને રામનગરના બોરમાંથી પાણી આપવામાં આવે છે
ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પાણીની સમસ્યા સામે મહિલાઓનો વિરોધ


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની મહિલાઓએ આજે ફરી નગરપાલિકા કચેરી ખાતે પીવાના પાણીની સમસ્યાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી સોસાયટીને રામનગરના બોરમાંથી પાણી આપવામાં આવે છે, જે અનફિટ છે અને લોકોએ તેના કારણે આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મહિલાઓએ જણાવ્યું હતું કે આ પાણી પીવાથી પેટમાં દુખાવો, ચામડીના રોગો અને ખંજવાળ જેવી તકલીફો ઊભી થઈ છે. 15 દિવસ અગાઉ પણ આ મુદ્દે નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર અપાયું હતું અને બે દિવસમાં ઓવરહેડ ટાંકીમાંથી જોડાણ આપવાની ખાતરી અપાઈ હતી. તેમ છતાં, કોઈ કાર્યવાહી ન થતાં આજે ફરીથી મહિલાઓ રજૂઆત માટે પહોંચી હતી.

વિરોધ સમયે ચીફ ઓફિસર રજા પર હતા અને પ્રમુખ હાજર ન હતા, જેને કારણે મહિલાઓને નિરાશ થઈને પાછા ફરવું પડ્યું. તેઓએ “પાલિકાનું પાણી આપો” જેવા સૂત્રોચ્ચાર કર્યા અને રામનગરના બોરનું પાણી તાત્કાલિક બંધ કરીને GEBના ટાંકામાંથી શુદ્ધ પાણી આપવા માંગ કરી. સ્થાનિકોએ ચેતવણી આપી કે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande