પ્યોંગયાંગ, નવી દિલ્હી,02 સપ્ટેમ્બર
(હિ.સ.) ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન મંગળવારે ભારે સુરક્ષા વચ્ચે, તેમની ખાસ
બખ્તરબંધ ટ્રેનમાં પ્યોંગયાંગથી ચીન જવા રવાના થયા. તેઓ બુધવારે બીજિંગમાં
યોજાનારી 'વિજય દિવસ' પરેડમાં ભાગ
લેશે. ચીનમાં આ પરેડમાં, કિમ જોંગ ઉન,
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક જ મંચ
પર જોવા મળશે.
ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી
અનુસાર,”કોરિયન વર્કર્સ
પાર્ટીના જનરલ સેક્રેટરી અને ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાના રાજ્ય
બાબતોના અધ્યક્ષ, કિમ જોંગ ઉન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર, વિજય
દિવસની 80મી વર્ષગાંઠની
ઉજવણીમાં ભાગ લેવા માટે 1 સપ્ટેમ્બરના રોજ,
તેમની ટ્રેનમાં પ્યોંગયાંગથી રવાના થયા. તેમની ટ્રેન 2 સપ્ટેમ્બરની
સવારે, સરહદ પાર કરી ગઈ. કોરિયન પીપલ્સ પાર્ટી અને ડીપીઆરકે સરકારની સેન્ટ્રલ
કમિટીના ઉચ્ચ અધિકારીઓ કિમ જોંગ સાથે મુસાફરી કરી રહ્યા છે. તેમની યાત્રામાં 24 કલાક જેટલો સમય
લાગી શકે છે અને તેઓ મંગળવારે બીજિંગ પહોંચશે. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને
એક કલાકની ફ્લાઇટનો વિકલ્પ છોડીને પ્યોંગયાંગથી બીજિંગ સુધી લગભગ 24 કલાક ટ્રેન
દ્વારા બીજિંગની મુસાફરી કરવાનું પસંદ કર્યું. કિમ જોંગ ઉનની આ ખાસ ટ્રેનનું
સત્તાવાર નામ છે- તાયાંગ-હો છે. તેમાં અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા સાથે શાહી સુવિધાઓ
પણ છે.”
કિમ જોંગ ઉનની બખ્તરબંધ ટ્રેન ખાસ છે-
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓ માને છે કે,’ કિમની
વ્યક્તિગત ટ્રેન બુલેટપ્રૂફ બારીઓ, અભેદ્ય કવર, રડારથી બચવા માટે રચાયેલ, ખાસ જાળીદાર કવર અને મોર્ટારથી
સજ્જ છે. બખ્તર અને સાધનોથી ભરેલી, તાયાંગ-હો, લગભગ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. તેમાં શાહી સુવિધાઓ
અને અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા છે. તેની ગતિ 50-60 કિમી પ્રતિ કલાક સુધીની છે.”
2011 માં ઉત્તર
કોરિયામાં સત્તા પર આવેલા કિમ જોંગ ઉને, માર્ચ 2018 થી સપ્ટેમ્બર 2023 સુધી 8 વિદેશ યાત્રાઓ કરી (આમાં તેમની વર્તમાન બીજિંગ યાત્રાનો
સમાવેશ થતો નથી). કિમે આમાંથી પાંચ યાત્રાઓ માટે પોતાની ખાસ બખ્તરબંધ ટ્રેનનો
ઉપયોગ કર્યો છે. આમાં માર્ચ 2018 અને જાન્યુઆરી 2019 માં બીજિંગની યાત્રા અને 2019 માં હનોઈ, વિયેતનામ શિખર સંમેલનનો સમાવેશ થાય છે. કિમે, ફક્ત ત્રણ
વિદેશ યાત્રાઓમાં વિમાનોનો ઉપયોગ કર્યો હતો.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ