નવી દિલ્હી, ૨૦ સપ્ટેમ્બર (હિ.સ.) અમુલ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું
વેચાણ કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) એ શનિવારે ઘી, બટર આઈસ્ક્રીમ, બેકરી ઉત્પાદનો
અને ફ્રોઝન નાસ્તા સહિત ૭૦૦ થી વધુ ઉત્પાદન પેકના છૂટક ભાવમાં ઘટાડો કરવાની
જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ, અમુલ ઘી પ્રતિ લિટર ₹૪૦ સુધી સસ્તું થશે. નવી કિંમતો ૨૨ સપ્ટેમ્બરથી અમલમાં
આવશે.
જીસીએમએમએફએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” તેણે ગુડ્સ એન્ડ સર્વિસ
ટેક્સ (જીએસટી) દર ઘટાડાનો લાભ
ગ્રાહકોને આપવાનો નિર્ણય લીધો છે. આ સુધારો માખણ, ઘી, યુએચટીદૂધ, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી રેન્જ, ફ્રોઝન ડેરી અને
બટાકાના નાસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ, માલ્ટ-આધારિત
પીણાં વગેરે જેવી ઉત્પાદન શ્રેણીઓમાં લાગુ કરવામાં આવ્યો છે. એમ કંપનીએ
જણાવ્યું હતું.
કંપનીના જણાવ્યા અનુસાર,”માખણ (૧૦૦ ગ્રામ) ની એમઆરપી૬૨ રૂપિયાથી
ઘટાડીને ૫૮ રૂપિયા કરવામાં આવી છે. ઘીના ભાવ ૪૦ રૂપિયા ઘટાડીને ૬૧૦ રૂપિયા પ્રતિ
લિટર કરવામાં આવ્યા છે. અમુલ પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (૧ કિલો) ની એમઆરપી૩૦ રૂપિયા
ઘટાડીને ૫૪૫ રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી છે. ફ્રોઝન પનીર (૨૦૦ ગ્રામ) ની નવી એમઆરપી૨૨ સપ્ટેમ્બરથી
લાગુ પડતા ૯૯ રૂપિયાથી ૯૫ રૂપિયા થશે. અગાઉ, મધર ડેરીએ પણ તેના ઉત્પાદનો પર ભાવ ઘટાડાની જાહેરાત કરી
હતી.”
૩૬ લાખ ખેડૂતોની માલિકીની જીસીએમએમએફ એ જણાવ્યું હતું કે, અમુલ માને છે કે,
ભાવ ઘટાડાથી ડેરી ઉત્પાદનો,
ખાસ કરીને
આઈસ્ક્રીમ, ચીઝ અને માખણનો
વ્યાપક વપરાશ વધશે, કારણ કે ભારતમાં
માથાદીઠ વપરાશ હજુ પણ ખૂબ ઓછો છે, જેનાથી નોંધપાત્ર વૃદ્ધિની તકો ઊભી થશે. કંપનીએ
જણાવ્યું હતું કે તેના ડેરી ઉત્પાદનોની માંગ વધશે, જેનાથી તેના વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ