જમ્મુ, નવી દિલ્હી,20 સપ્ટેમ્બર
(હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવેલા સેઓજ
ધારના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક
સૈનિકનું આજે સવારે મૃત્યુ થયું,એમઅધિકારીઓએ જણાવ્યું. તેમણે જણાવ્યું કે,” આ વિસ્તારમાં
ઓપરેશન ચાલુ છે. જંગલ વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની શંકા છે.”
અધિકારીઓએ જણાવ્યું કે,” શુક્રવારે મોડી સાંજે ઉધમપુરના
ડુડુ-બસંતગઢ અને ડોડાના ભદરવાહ વચ્ચે સેઓજ ધાર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓએ સેના
અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ની સંયુક્ત સર્ચ
પાર્ટી પર ગોળીબાર કર્યો ત્યારે સૈનિક ઘાયલ થયો હતો.” તેમણે જણાવ્યું કે,” સૈનિકને
તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું.”
અધિકારીઓએ જણાવ્યું કે,”અથડામણ સ્થળની આસપાસના વિસ્તારને
રાતોરાત ઘેરી લેવામાં આવ્યો હતો, અને શનિવારે સવારે સંયુક્ત સર્ચ ઓપરેશન ફરી શરૂ કરવામાં
આવ્યું હતું.” તેમણે કહ્યું કે,” જંગલમાં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાની
શંકા છે. ઉધમપુર અને ડોડા બંને તરફથી ડ્રોન અને સ્નિફર ડોગ્સથી સજ્જ વધારાના દળો
મોકલવામાં આવ્યા હતા, અને છેલ્લા
અહેવાલો આવ્યા ત્યારે એક વિશાળ શોધખોળ કામગીરી ચાલી રહી હતી.”
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ