રાણાવાવમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એટલે તા.17 સપ્ટેમ્બરથી દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર આધારિત સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનનો પ્રારંભ કરાયો છે. તા. 2 ઓક્ટોબર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યભર ગામડાઓમાં સ્વચ્છતાને લ
રાણાવાવમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.


રાણાવાવમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 20 સપ્ટેમ્બર (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એટલે તા.17 સપ્ટેમ્બરથી દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર આધારિત સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનનો પ્રારંભ કરાયો છે. તા. 2 ઓક્ટોબર સુધી ચાલનાર આ અભિયાન અંતર્ગત રાજ્યભર ગામડાઓમાં સ્વચ્છતાને લક્ષી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાણાવાવ તાલુકામાં સ્વચ્છોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. રાણાવાવ તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને સ્વચ્છતા પ્રત્યેના સંકલ્પ લીધા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande