પાટણ, 20 સપ્ટેમ્બર (હિ.સ.): ચાણસ્મા પોલીસે એક સગીરા પર જાતીય હુમલો અને સતામણીના આરોપસર આરોપી પ્રશાંત ગિરીશભાઈ શ્રીમાળી વિરુદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી વારંવાર સગીરાનો પીછો કરતો હતો અને તેને તેમજ તેની માતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટના પહેલા છ મહિના પહેલા આરોપીએ ચાણસ્માના એક મંદિર પાસે સગીરાનો હાથ પકડી ધમકી આપી હતી. તાજેતરમાં, એક અઠવાડિયા પહેલા આરોપી રાત્રે સગીરાના ઘરે આવી બારી ખખડાવી ગયો હતો.
સૌથી ગંભીર ઘટના 19 સપ્ટેમ્બર, 2025ની રાત્રે 3:30 વાગ્યે બની હતી, જયારે સગીરા ઘરની બહાર ખાટલામાં સૂતી હતી. આરોપી ત્યાં આવી ખાટલામાં સૂઈ ગયો અને સગીરાના શરીર પર નખ માર્યા, ખભા પર બચકું ભર્યું અને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ કરીને જાતીય હુમલો કર્યો હતો. આરોપી વિરુદ્ધ IPC કલમ 74, 75(2), 76, 78(2), 115(2), 351(3) અને પોક્સો અધિનિયમની કલમ 8 અને 12 હેઠળ ગુનો નોંધાઈ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ