પાનોલી કામધેનુ એસ્ટેટ 2 માંથી ઈન્ડોનેશિયન 17.31 લાખનો કોલસો ઝડપાયો
કોલસો ભરેલ ત્રણ ડમ્પર,લોડર સાથે 5 ઇસમોને 37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ઇમ્પોર્ટેડ કોલસો વધુ નફો કમાવવા ગેરકાયદેસર રીતે વેચાણ કરાતો હતો પાનોલી જીઆઈડીસી હાલ કોલસો તેમજ કેમિકલ નિકાલ તેમજ અન્ય ઘણા ગોરખ ધંધા થઈ રહ્યા છે ભરૂચ 20 સપ્ટેમ્બર (હિ.સ.
પાનોલી કામધેનુ એસ્ટેટ 2 માંથી ઈન્ડોનેશિયન 17.31 લાખનો કોલસો ઝડપાયો


પાનોલી કામધેનુ એસ્ટેટ 2 માંથી ઈન્ડોનેશિયન 17.31 લાખનો કોલસો ઝડપાયો


પાનોલી કામધેનુ એસ્ટેટ 2 માંથી ઈન્ડોનેશિયન 17.31 લાખનો કોલસો ઝડપાયો


કોલસો ભરેલ ત્રણ ડમ્પર,લોડર સાથે 5 ઇસમોને 37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ઇમ્પોર્ટેડ કોલસો વધુ નફો કમાવવા ગેરકાયદેસર રીતે વેચાણ કરાતો હતો

પાનોલી જીઆઈડીસી હાલ કોલસો તેમજ કેમિકલ નિકાલ તેમજ અન્ય ઘણા ગોરખ ધંધા થઈ રહ્યા છે

ભરૂચ 20 સપ્ટેમ્બર (હિ.સ.)

અંકલેશ્વરના પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં

કામધેનુ એસ્ટેટ-2 માં ગેરકાયદેસર સંગ્રહ કરેલ ઇન્ડોનેશિયન ઇમ્પોર્ટ કોલસાનો જથ્થો પાનોલી પોલીસે રેડ કરી 54.31 લાખના મુદ્દામાલ સાથે 5 ઇસમો અને 3 ડમ્પર તેમજ જ્હોન ડીયર લોડર પકડી પાડ્યા છે.જો પોલીસ કાયદેસર તપાસ કરે તો કેમિકલ વેસ્ટ નિકાલથી લઈ કેટલાય બેનંબરી ગોરખ ધંધા ઝડપાય તેમ છે .

પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.દેસાઇ નાઇટ પેટ્રોલીંગમા હતા તે અરસામાં બાતમી મળેલ કે “નેશનલ હાઇવે નં-48 અંક્લેશ્વરથી સુરત તરફ જતા ટ્રેકની બાજુમા બાકરોલ ગામની સીમમા આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2 માં આવેલ પ્લોટ નંબર-6,7ના કંમ્પાઉડ ગોડાઉનમા ઇન્ડોનેશિયન (ઇમ્પોર્ટ) કોલસો ગેરકાયદેસર રીતે લાવી તેનું વેચાણ થઈ રહ્યું હોવાની જાણકારીના આધારે ગોડાઉનમા રેઇડ કરતા ગોડાઉનની અંદર અલગ અલગ કોલસાના ઢગલાઓ કરેલ હતા અને કોલસો ભરેલ ત્રણ ડમ્પર તેમજ કોલસો લોડીંગ કરવા લોડર મશીન ગોડાઉનમાંથી મળી આવ્યું હતુ. ગોડાઉનમાં પડેલ કોલસાને રાખવાના આધાર પુરાવા માંગતા નહી હોવાનું કહેતા કંમ્પાઉડ ગોડાઉનમા ઇન્ડોનેશિયન (ઇમ્પોર્ટ) કોલસો 95 ટન 8.07 લાખ, ત્રણ ડમ્પરોમા ભરેલ કોલસો 108.68 ટન 9.23 લાખ રૂપિયા મળી કુલ 17.31 લાખનો કોલસો અને ડમ્પર નંબર GJ-05-BX-5556 10 લાખ, ગોડાઉનની બહાર કોલસો ભરેલ ડમ્પર નંબર GJ-16-AV-8612 જેની કિંમત 12 લાખ , ડમ્પર નંબર-GJ-16-AV-8606 જેની કિંમત 12 લાખ તેમજ જોન ડીયર કંપનીનુ લોડર મશીન કિંમત 3 લાખ મળી કુલ 54.31 લાખનો મુદ્દામાલ બી.એન.એન.એસ કલમ-106 મુજબ કબ્જે કરી 5 ટ્રાન્સપોર્ટરો સમીર અલ્તાફ સૈયદ,આકાશ ગંગાદીન રાજપુત,કવલજીતસિંગ સુભેગસિંગ, ફુલવેન્દ્રસિંગ જસવંતસિંગ અને સુગંધકુમાર સુરેશસિંગ

વિરુદ્ધ INS 35(1)E મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઓપરેશન પાર પાડવા જયદિપસિંહ સુખદેવસિંહ, અનિરૂધ્ધભાઇ વલકુભાઇ, સુનિલભાઈ રમેશભાઇ, દક્ષેશકુમાર આરતસિંહ અને કરણસિંહ ભુપતસિંહએ કરી હતી .

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande