આપના નગરસેવકો સાથે મારામારી કરનારના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગ
સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.)- આમ આદમી પાર્ટી દવારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પાર્ટીના નગરસેવક સાથે મારામારી અને અયોગ્ય વર્તન કરનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશ્નરને પાઠવવામાં આવે
Aap surat


સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.)- આમ આદમી પાર્ટી દવારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પાર્ટીના નગરસેવક સાથે મારામારી અને અયોગ્ય વર્તન કરનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશ્નરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગત તારીખ 17/9/2025 ના રોજ અમારી પાર્ટીના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાના પોતાના જ વોર્ડની અંદર સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી 50 બેડની હોસ્પિટલનું લોકાર્પણ હતું,જ્યાં આમંત્રણ હોવાથી લોકાર્પણના કાર્યક્રમમાં જોડાવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા અમારા નગરસેવકો તેમજ અમારા વિપક્ષનેતા પાયલબેન સાકરીયા સાથે ઘર્ષણ કરી અને એમની ધરપકડ કરવામાં આવી. તેમજ દોઢ કલાક સુધી પોલીસ વાનમાં જ અમારા નગરસેવક અને વિપક્ષ નેતાને આખા શહેરમાં ફેરવવામાં આવ્યા હતા. તેમજ પાયલબેન સાકરીયાને પેટમાં દુખાવો ઉપડવા છતાં સમયસર હોસ્પિટલમાં પણ લઇ જવાની ગંભીરતા દાખવવામાં નહીં આવી હતી. તેમજ પાયલબેન સાકરીયાને માર મારવાની કોશિશ કરી હોવાના પણ આક્ષેપો આવેદનમાં કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર બનાવમાં જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સકારાત્મક અભિગમ નહીં બતાવવામાં આવે તો નામદાર કોર્ટમાં ફરિયાદ કરવા જવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande