સુરત, 20 સપ્ટેમ્બર (હિ.સ.): શહેરના સુરત ક્રાઈમ બ્રાન્ચ (SOG) દ્વારા દરિયાઈ દરિયાકિનારેથી મળેલા કિંમતી પદાર્થની ઝડપી ઘટના સામે આવી છે. ભાવનગરના એક ખેડૂત વિપુલ ભુપતભાઈ બાંભણિયા (ઉં.વ. 40) પાસેથી 5.72 કિલોગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કરાયું છે, જેના આધારે તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 5.72 કરોડ રૂપિયાનું અનુમાન છે.
‘એમ્બરગ્રીસ’ એ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાંથી મળતો દુર્લભ પદાર્થ છે, જેને ‘ફ્લોટિંગ ગોલ્ડ’ તરીકે ઓળખવામાં આવે છે. આરંભમાં તે દુર્ગંધ ધરાવે છે, પરંતુ સમય સાથે તેની મીઠી અને મોહક સુગંધ પર્ફ્યુમ ઉદ્યોગમાં ઉપયોગ માટે યોગ્ય બની જાય છે.
SOGની તપાસમાં ખુલ્યું છે કે વિપુલ માત્ર સામાન્ય ખેડૂત નથી, તેણે આ દૂલભ પદાર્થને ઓળખવાની કુશળતા દાખવી છે. પોલીસને તેના મોબાઈલમાં એવા સંપર્કો પણ મળ્યા છે, જે પ્રતિબંધિત વસ્તુઓની ખરીદી-ફરોકતમાં સંકળાયેલા હોવાનું ઈશારો કરે છે.
વિપુલએ જણાવ્યું કે ચાર મહિના પહેલાં તેને ભાવનગરના હાથબ ગામના દરિયાકિનારે આ પદાર્થનો ટુકડો મળ્યો હતો અને તે વેચવાનો પ્રયાસ ન કરી શકતાં સુરતમાં લાવ્યો હતો. હવે આ કેસની તપાસ ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે, કારણ કે ભારતમાં વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એમ્બરગ્રીસનું વેપાર ગેરકાયદે છે.
સુરત SOG દ્વારા પકડાયેલા વિપુલ બાંભણિયા પર સમગ્ર રાજ્યની નજર છે અને આ દુર્લભ દાણચોરીના કૌભાંડથી અનેક સવાલો ઊભા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે