નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) રાજધાની દિલ્હીની ચાર શાળાઓને શનિવારે
સવારે બોમ્બ ધમકીઓ મળી, જેના કારણે
શાળાઓમાં ગભરાટ ફેલાયો. વિદ્યાર્થીઓ અને વાલીઓ ગભરાઈ ગયા.
જ્યારે શાળા પ્રશાસને વહેલી સવારે, ધમકીભર્યા ઈમેલ વાંચ્યા, ત્યારે તેમણે
તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસ ટીમો બોમ્બ સ્ક્વોડ સાથે પહોંચી, શાળાઓ ખાલી કરાવી
અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર,”ડીપીએસ દ્વારકા, કૃષ્ણ મોડેલ
પબ્લિક સ્કૂલ, સર્વોદય વિદ્યાલય
અને બે અન્ય શાળાઓને શનિવારે સવારે ધમકીભર્યા ઈમેલ મળ્યા. દિલ્હી ફાયર
ડિપાર્ટમેન્ટને નજફગઢની એક શાળામાંથી સવારે 6:30 વાગ્યે પહેલો કોલ મળ્યો. બીજો કોલ સવારે 6:30 વાગ્યે, ત્રીજો કોલ સવારે
7:30 વાગ્યે અને ચોથો
કોલ સવારે 7:45 વાગ્યે મહરૌલીની
એક પબ્લિક સ્કૂલ માટે હતો. માહિતી મળતાં, દિલ્હી પોલીસની ટીમો, ફાયર બ્રિગેડ ટીમો, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યા.”
એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, “દિલ્હીની શાળાઓને
બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હોય તેવું આ પહેલી વાર નથી. આ પહેલા પણ ઘણી
શાળાઓને આવી ધમકીઓ મળી ચૂકી છે. દિલ્હી પોલીસના સાયબર સેલે તપાસ શરૂ કરી છે. પોલીસ
ઇમેઇલ મોકલનારના આઈપીસરનામાંને શોધી રહી છે.”
હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ