ગીર સોમનાથ સ્વછોત્સવ અંતર્ગત વેરાવળ ખાતે યોગ શિબિર યોજાઈ
ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ અભિયાન “સ્વચ્છોત્સવ” થીમ તરીકે વેગવંતુ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની વિવિધ થીમને અનુલક્ષીને
સ્વછોત્સવ અંતર્ગત વેરાવળ


ગીર સોમનાથ, 20 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ

સ્વચ્છ ભારત મિશનનાં ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’’ અભિયાન “સ્વચ્છોત્સવ” થીમ તરીકે વેગવંતુ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાની વિવિધ થીમને અનુલક્ષીને ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વેરાવળ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ચાલી રહેલા સ્વછોત્સવ પખવાડિયા નિમિતે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત અટલ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.

આ યોગ શિબિરમાં નાગરિકોને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવી અને વિવિધ યોગના માધ્યમથી શરીરને નિરોગી રાખવા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી વેરાવળ શહેરને સ્વચ્છ રાખવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

આ યોગ શિબિરનો વેરાવળ નગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકોએ લાભ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande