ગીર સોમનાથ કોડીનાર નગરપાલિકા દ્વારા, 'સ્વચ્છોત્સવ' સ્વચ્છતા રેલી દ્વારા ‘સ્વચ્છ કોડીનાર’નો સંદેશો અપાયો
ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને કોડીનાર નગરપાલિકામાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા રેલી દ્વારા ‘સ્વચ્
ગીર સોમનાથ  કોડીનારના ધારાસભ્ય  ડો.પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને કોડીનાર નગરપાલિકામાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા રેલી દ્વારા ‘સ્વચ્છ કોડીનાર’નો સંદેશો અપાયો હતો   મ્યુનિસિપલ ગર્લ્સ હાઇ સ્કૂલ ખાતેથી નગરપાલિકા કચેરી સુધી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા રેલી થકી સ્વચ્છ કોડીનારનો સંદેશો અપાયો હતો. નાગરીકોએ સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી અને શપથના માધ્યમથી શહેર સ્વચ્છ રાખવા કટિબદ્ધ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે, કોડીનાર નગરપાલિકામાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી ચાલનાર ‘‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’’ અભિયાન અંતર્ગત વિવિધ થીમ આધારિત સફાઈ કરવામાં આવશે. સ્વચ્છતા વિષયક પ્રવૃત્તિઓ અંતર્ગત સ્વચ્છતા લક્ષિત એકમો (CTU) અને બ્લેક સ્પોટની સફાઈ કરવામાં આવશે. આગામી ૩૧ ઓક્ટોબર સુધી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવશે.  સ્વચ્છોત્સવમાં નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.   આ સ્વચ્છોત્સવની ઉજવણીમાં કોડીનાર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સભ્યઓ, શહેરીજનો અને ચીફ ઓફિસર  ભરતભાઇ આર ગોહિલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ સહભાગી થયા હતાં.


ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને કોડીનાર નગરપાલિકામાં ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા રેલી દ્વારા ‘સ્વચ્છ કોડીનાર’નો સંદેશો અપાયો હતો

મ્યુનિસિપલ ગર્લ્સ હાઇ સ્કૂલ ખાતેથી નગરપાલિકા કચેરી સુધી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા રેલી થકી સ્વચ્છ કોડીનારનો સંદેશો અપાયો હતો. નાગરીકોએ સેલ્ફી પોઈન્ટમાં સેલ્ફી અને શપથના માધ્યમથી શહેર સ્વચ્છ રાખવા કટિબદ્ધ થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, કોડીનાર નગરપાલિકામાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી ચાલનાર ‘‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’’ અભિયાન અંતર્ગત વિવિધ થીમ આધારિત સફાઈ કરવામાં આવશે.

સ્વચ્છતા વિષયક પ્રવૃત્તિઓ અંતર્ગત સ્વચ્છતા લક્ષિત એકમો (CTU) અને બ્લેક સ્પોટની સફાઈ કરવામાં આવશે. આગામી ૩૧ ઓક્ટોબર સુધી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવશે.

સ્વચ્છોત્સવમાં નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે. આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ સ્વચ્છોત્સવની ઉજવણીમાં કોડીનાર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સભ્યઓ, શહેરીજનો અને ચીફ ઓફિસર ભરતભાઇ આર ગોહિલ સહિત નગરપાલિકાના કર્મચારીઓ સહભાગી થયા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande