ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.)
ગીર સોમનાથ
સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૨ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડિયા દરમિયાન સફાઈ કાર્યક્રમો અને વિવિધ થીમ અંતર્ગત નાગરિકોમાં સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં થીમ આધારિત સફાઈ અભિયાન અને જાગૃતિલક્ષી કાર્યક્રમો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
સ્વછોત્સવ પખવાડિયા નિમિત્તે તાલાલા નગરપાલિકા દ્વારા નગરપાલિકા હાઇસ્કૂલ ખાતે યોગ શિબિર યોજાઈ હતી. આ યોગ શિબિરનો તાલાલા નગરપાલિકાના કર્મચારીઓ, હાઈસ્કૂલના શિક્ષકો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ અને નાગરિકોએ લાભ લીધો હતો.
યોગના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સર્વેને વિવિધ આસન અને પ્રાણાયામ થકી શરીરને નિરોગી રાખવાની વિવિધ ટેક્નીક્સ શીખવાડવામાં આવી હતી અને ‘યોગ દ્વારા શરીર સ્વસ્થ, સફાઈ દ્વારા શહેર સ્વચ્છ’ને અનુલક્ષી જેમ દૈનિક ધોરણે શરીરને સ્વચ્છ રાખીએ છીએ તેમ શહેરને પણ દૈનિક ધોરણે સ્વચ્છ રાખવાના શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ