જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલની અધ્યક્ષતામાં, વેરાવળ ખાતે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વેરાવળની પે સેન્ટર શાળા નં.૧ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો
વેરાવળ ખાતે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ


ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વેરાવળની પે સેન્ટર શાળા નં.૧ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સૌ પ્રથમ શાળાના આચાર્ય ભરતભાઈ ઝાલા દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારએ વિદ્યાર્થી અને વાલીઓ સહિત ઉપસ્થિત સર્વેને વૃક્ષારોપણની ઉપયોગીતા અને પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોના સિંહફાળા વિશે અવગત કરાવ્યાં હતાં. આ સાથે જ તેમણે પર્યાવરણની જાળવણીની જાગૃતિ પર ભાર મૂકી અને તમામ વિદ્યાર્થીઓ એક-એક વૃક્ષ વાવી તેનું જતન કરે તેવી અપીલ કરી હતી.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરદાસભાઈ નંદાણિયાએ આપણી વૈદિક સંસ્કૃતિથી લઈ આધુનિક સંસ્કૃતિ સુધી વૃક્ષોનું મહત્વ વર્ણવી વિદ્યાર્થીઓ તેમના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે એક વૃક્ષ દત્તક લઈ તેના ઉછેરની જવાબદારી નિભાવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ તકે, મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને રોપા વિતરણ કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમમાં શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ભીમભાઈ વાયલુ, અંગ્રેજી માધ્યમની શાળાના એસ.એમ.સી અધ્યક્ષ હિરાભાઈ ચુડાસમા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરદાસભાઈ નંદાણિયા, વેરાવળ તાલુકા બી.આર.સી કોઓર્ડિનેટર જયેશ સોલંકી, વાલીઓ અને વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande