કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં, વેરાવળ તાલુકામાં બિનઅધિકૃત વહન બદલ સઘન તપાસ
ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) બે દિવસમાં બિનઅધિકૃત વહન બદલ રૂ. ૧.૬૨ લાખના દંડની વસૂલાત થઈ. કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ
બિનઅધિકૃત વહન બદલ સઘન તપાસ


ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) બે દિવસમાં બિનઅધિકૃત વહન બદલ રૂ. ૧.૬૨ લાખના દંડની વસૂલાત થઈ.

કલેક્ટર એન.વી.ઉપાધ્યાય તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા વેરાવળ તાલુકા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.એમ બે દિવસ દરમિયાન સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી વેરાવળ તાલુકામાંથી કુલ ૦૨ વાહનોને બિન અધિકૃત રીતે વહન બદલ અટકાયત કરવામાં આવ્યાં હતાં.

આ વાહનોને બિન અધિકૃત વહન બદલ નિયમોનુસાર રૂ. ૧.૬૨ લાખની દંડની રકમની વસૂલાત કરવામાં આવી હતી. હજુ પણ વહીવટી તંત્ર દ્વારા આવતાં દિવસોમાં જિલ્લામાં બિન અધિકૃત વહન બદલ સઘન તપાસ ચાલુ રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande